________________
| યુગપ્રધાનાયાર્ય આર્ય શાંડિલ્ય
જન્મ
: વી. નિ. સં. ૩૦૬ દીક્ષા
: વી. નિ. સં. ૩૨૮ આચાર્યપદ : વિ. નિ. સં. ૩૭૬ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૪૧૪ ગૃહસ્થપર્યાયઃ ૨૨ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૪૮ વર્ષ આચાર્યપર્યાય : ૩૮ વર્ષ
કુલ આયુષ્ય : ૧૦૮ વર્ષ શ્યામાચાર્ય પછી કૌશિક-ગોત્રીય આર્ય શાંડિલ્ય ચૌદમા વાચનાચાર્ય અને તેરમા યુગપ્રધાનાચાર્ય બન્યા. એમને કંદિલાચાર્ય પણ કહેવામાં આવે છે. ઓથાર્ય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે “વંદે કોસિયગોત સાંડિલ્લે અજજીયધર' આ પદથી કૌશિક-ગોત્રીય શાંડિલ્યને પ્રણામ કર્યા છે. ગાથામાં પ્રયોજેલા “અજયધરથી સ્પષ્ટ થાય છે કે આચાર્ય શાંડિલ્ય જીતવ્યવહાર પ્રત્યે ઘણા અધિક નિષ્ઠાવાન હતા. તપાગચ્છ પદાવલીમાં એમને “જીતમર્યાદા' નામના શાસ્ત્ર રચયિતા બતાવવામાં આવ્યા છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે આચાર્ય વૃદ્ધચારી એમના શિષ્ય હતા. આચાર્ય શાંડિલ્યથી શાંડિલ્યગચ્છ નીકળ્યો, જે આગળ જતા ચંદ્રગચ્છમાં સમાઈ ગયો.
વી. નિ. સં. ૩૭૬ થી ૪૧૪ સુધી આર્ય શાંડિલ્ય વાચનાચાર્યપદની સાથોસાથ યુગપ્રધાનાચાર્યના પદે પણ રહ્યા. તે રીતે તેઓ વાચકવંશ પરંપરાના ચૌદમા આચાર્ય અને યુગપ્રધાનાચાર્ય પરંપરાના તેરમાં આચાર્ય રહ્યા.
| ૨૨૦ ઉ99999999999] જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)|