________________
ઉપર વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિમાં આપવામાં આવેલ અનેક વિવરણ રુચિ રૂપે પ્રકાશ નાંખે છે.
૬. જ્ઞાતાધર્મકથા
‘નાયાધમ્મકહાઓ’નું સંસ્કૃત નામ જ્ઞાતાધર્મકથા છે. દ્વાદશાંગીના ક્રમમાં એનું છઠ્ઠું સ્થાન છે. એમા ઉદાહરણીય પ્રધાન ધર્મકથાઓ આપવામાં આવેલી છે. આ કથાઓમાં નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતા-પિતા, સમવસરણ, ઐહિક અને પારલૌકિક ઋદ્ધિઓ, ભોગ, ત્યાગ, પ્રવ્રજ્યા, શ્રુત પરિગ્રહ, ઉત્કૃષ્ટ તપસ્યાઓ, પર્યાય સંલેખનાઓ, ભક્તપ્રત્યાખ્યાનો, પાદોપગમન, સ્વર્ગગમન, ઉત્તમકુળમાં જન્મ, બોધિલાભ, અન્તઃક્રિયા વગેરે વિષયોનું વર્ણન છે. આમાં એક તરફ ભગવાન મહાવીરના વિનયમૂલક શ્રેષ્ઠ શાસનમાં પ્રવ્રુજિત એ સાધકોનાં વર્ણન છે, જે ગ્રહણ કરેલાં વ્રતોના પરિપાલનમાં દુર્બળ, શિથિલ, હતોત્સાહિત અને સંયમના મૂળગુણો અને ઉત્તરગુણોની વિરાધના કરનારા બની ગયા. બીજી તરફ ગ્રંથમાં એ ધીરવીર સાધકોનું પણ વર્ણન છે, જે અતિઘોર પરિષહો(પરિબળો)ના ઉપસ્થિત હોવા છતાં પણ સંયમમાર્ગથી કિંચિત્માત્ર (લગીરે) પણ વિચલિત ન થયા.
આમાં ૨ શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયન અને દ્વિતીય શ્રુતસ્કંધમાં ૧૦ વર્ગ છે. બંને શ્રુતસ્કંધોના ૨૯ ઉદ્દેશનકાળ, ૨૯ સમુદ્દેશનકાળ તથા ૫૭૬૦૦૦ પદ છે. વર્તમાનમાં ઉપલબ્ધ પદપરિમાણ ૫૫૦૦ શ્લોક - પ્રમાણ છે.
આ અંગમાં ઉલ્લેખિત ધર્મકથાઓમાં પાર્શ્વનાથકાલીન જનજીવન, વિભિન્ન ભવભવાન્તર, પ્રચલિત રીતિરિવાજો, નૌકા સંબંધી સાધનસામગ્રી, કારાગારપદ્ધતિ, રાજ્યવ્યવસ્થા, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરિસ્થિતિઓ વગેરેનું ઘણું જીવંત વર્ણન કરવામાં આવ્યું છે.
૭. ઉપાસકદશા
‘ઉવાસગદસાઓ’ નામક ૭મા અંગમાં નામ અનુસાર ૧૦ ઉપાસક ગૃહસ્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. ૧૦ ઉપાસકોનું વર્ણન હોવાના લીધે આ શાસ્ત્રનું નામ ઉપાસકદશા યુક્તિસંગત છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૫