________________
દ્વારા પ્રરૂપિત ભાવોનું વર્ણન, પ્રરૂપણ, નિદર્શન અને ઉપદેશ આપવામાં આવ્યાં છે.
વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ અધ્યયન શતકના નામથી પ્રસિદ્ધ છે. વર્તમાનમાં એના ૪૧ શતક અને એમાંથી ૮ શતક ૧૦૫ અવાન્તર શતકાત્મક છે. આ પ્રકારે શતક અને અવાન્તર શતક આ બંનેની સંમિલિત સંખ્યા (૪૧-૮)+૧૦૫=૧૩૮ અને ઉદ્દેશકોની સંખ્યા ૧૮૮૩ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અન્ય અંગોની અપેક્ષા અતિવિશાળ અંગ છે. વર્તમાન પદપરિમાણ ૧૫૭૫૧ શ્લોક - પ્રમાણ છે.
વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિની શૈલી પ્રશ્નોત્તરના રૂપમાં છે. ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછળ્યા અને એ પ્રશ્નોના ભગવાન દ્વારા અપાયેલા ઉત્તર આ પ્રશ્નોત્તરના રૂપમાં સુવિશાળ આગમ આજે વિદ્યમાન છે. વૃત્તિકાર આચાર્ય અભયદેવે આ પ્રશ્નોત્તરોની સંખ્યા ૩૬૦૦૦ બતાવી છે એમાંના અનેક પ્રશ્ન અને એના જવાબો નાનાનાના છે. અનેક પ્રશ્નોત્તર ઘણા મોટા-મોટા છે. ઉદાહરણ સ્વરૂપ ગોશાલક સંબંધમાં જે પ્રશ્ન કરવામાં આવ્યા છે, એના જવાબમાં આખુંને આખું ૧૫મું શતક આવી ગયું છે. ' . - વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિમાં ભગવાન મહાવીરના જીવનના, એમના શિષ્યો, ભક્તો, ગૃહસ્થ અનુયાયીઓ, અન્ય તીર્થીઓ, એમની માન્યતાઓનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. ગોશાલક સંબંધમાં જેટલો વિસ્તૃત પરિચય આ અંગમાં મળે છે, એટલો અન્યત્ર ક્યાંયે નથી મળતો. એ સિવાય આ ગ્રંથમાં કુણિક અને મહારાજા ચેટક વચ્ચે થયેલ મહાશિલાકંટક અને રથમૂસલ સંગ્રામ નામના મહાયુદ્ધોનું માર્મિક વર્ણન કરવામાં આવ્યું છે.
વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિના ૨૧મા અને ૨૩મા શતકોમાં જે વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે અનુપમ છે. આ પ્રકારે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ૩૬૦૦૦ પ્રશ્નોત્તરો રૂપે વિવિધ વિષયોનું અગાધ જ્ઞાન સંકલિત કરી લેવામાં આવ્યું છે, જે જૈન સિદ્ધાંત, ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ આદિ અનેક દૃષ્ટિઓથી ઘણું જ મહત્ત્વપૂર્ણ હોવાની સાથે-સાથે આધ્યાત્મિક તત્ત્વની ચાવીની સંજ્ઞાથી અભિહિત કરી શકાય છે. તત્કાલીન ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને રાજનૈતિક પરિસ્થિતિઓ [ ૬૪ 36999999696969696ીન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)