________________
દેવદ્ધિ ક્ષમાશ્રમણને પહેલા ગણાચાર્યના પદે અધિષ્ઠિત કરવામાં આવ્યા અને ત્યાર પછી દુષ્યગણિના સ્વર્ગે સિધાવ્યા પછી એમણે વાચનાચાર્યપંદ શોભાવ્યું. કેટલાક લેખક એમને દુષ્યગણિના શિષ્ય માની એમના ઉત્તરાધિકારી બતાવે છે, તો કેટલાક લેખક લોહિત્યના શિષ્ય તેમજ ઉત્તરાધિકારી.
મથુરામાં આર્ય સ્કંદિલ વડે અને વલ્લભીમાં નાગાર્જુન વડે કરવામાં આવેલી આગમ-વાચના પછી ૧૫૦ વર્ષથી પણ વધુ સમય વીતી જવા પછી આચાર્ય દેવર્દ્રિગણિએ જ્યારે જોયું કે શિષ્યવર્ગની ધારણાશક્તિ ઉત્તરોત્તર ક્ષીણ થતી જઈ રહી છે, શાસ્ત્રીય પાઠોની સ્મૃતિના અભાવથી શાસ્ત્રોના પાઠ પુનરાવર્તનમાં પણ આળસ તથા સંકોચ થતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લખાણ વગર શાસ્ત્રોને સુરક્ષિત નહિ રાખી શકાય. શાસ્રલેખન દ્વારા પઠન-પાઠનના માધ્યમથી જીવનમાં એકાગ્રતા વધારતા જઈ પ્રમાદ-આળસને ઘટાડી શકાશે, અને જ્ઞાનપરંપરાને પણ સદીઓ સુધી અબાધપણે સુરક્ષિત રાખી શકાશે.
આ પ્રકારે સંઘને જ્ઞાનહાનિ અને આળસથી બચાવવા માટે સંતોએ શાસ્ત્રોને લિપિબદ્ધ કરવાનો નિર્ણય લીધો. જૈન પરંપરા પ્રમાણે આર્ય રક્ષિત અને આર્ય સ્કંદિલના સમયમાં કેટલાક શાસ્ત્રીય ભાગોનું લેખન શરૂ થયેલ માનવામાં આવ્યું છે, પરંતુ આગમોનું સુવ્યવસ્થિત સંપૂર્ણ લેખન તો આચાર્ય દેવર્જિક્ષમાશ્રમણ દ્વારા વલ્લભીમાં જ સંપન્ન કરવામાં આવેલું માનવામાં આવે છે. zz 35 9 10 11
દેવદ્ધિક્ષમાશ્રમણે શ્રમણસંઘની અનુમતિથી વી. નિ. સં. ૯૮૦માં વલ્લભીમાં એક બૃહદ્ મુનિ-સંમેલન કર્યું, અને એમાં આગમવાચનાના માધ્યમથી, જેને જેવું યાદ હતું, એને સાંભળી ઉપલબ્ધ શાસ્ત્રોના પાઠોને વ્યવસ્થિત કરી આગમોને પુસ્તકનું સ્વરૂપ આપ્યું. જ્યાં કેટલાક વાચનાજન્ય-ભેદ સામે આવ્યા, ત્યાં નાગાર્જીનિયાવાચનાના જે મહત્ત્વપૂર્ણ પાઠ હતા, એમને પણ યથાવત્ વાચનાંત્તરના રૂપે સુરક્ષિત કરી બધાને પુસ્તકનું સ્વરૂપ આપ્યું. એમ માનવામાં આવે છે કે દેવદ્ધિક્ષમાશ્રમણની તપ, સંયમ અને શ્રુતની વિશિષ્ટ આરાધનાથી ચક્રેશ્વરી દેવી, ગોમુખ તેમજ કપર્દિ યક્ષ હંમેશાં એમની સેવામાં હાજર રહેતાં હતાં.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૨)
૩૭ ૩૨૯