________________
વિભિન્ન ગ્રંથકારો અને ઇતિહાસના વિચારોનું અધ્યયન કરતા આપણે એ તારણ (નિષ્કર્ષ) પર પહોંચીએ છીએ કે - દેવર્ધિક્ષમાશ્રમણને દેવવાચક નામથી પણ સંબોધવામાં આવતા હતા. તેઓ ક્ષાન્તિ, ધીરતા, ગંભીરતા આદિ ગુણોના ધારક, એકપૂર્વના જ્ઞાતા તેમજ આચારનિષ્ઠ સમર્થ વાચનાચાર્ય હતા.
દેવદ્ધિક્ષમાશ્રમણની ગુરુ પરંપરાના વિષયમાં ઇતિહાસ એકમત નથી. કેટલાક વિદ્વાન ‘કલ્પસૂત્ર સ્થવિરાવલી’ પ્રમાણે દેવર્દ્રિને સુહસ્તીશાખાના આર્ય શાંડિલ્યના શિષ્ય બતાવી રહ્યા છે, તો બીજા નંદી સૂત્રની સ્થવિરાવલી, જિનદાસ રચિત ચૂર્ણિ, હરિભદ્રીયા વૃત્તિ, મલયાગિરીયા ટીકા અને મેરુતંગિયા વિચારશ્રેણી'ના આધારે દેવર્તિને દુષ્યગણિના શિષ્ય બતાવે છે. ત્રીજો પક્ષ દેવર્દ્રિગણિને આર્ય લોહાર્યના શિષ્ય હોવાનો પણ ઉલ્લેખ કરે છે. પરંતુ બધાં ઐતિહાસિક તથ્યો ઉપર તટસ્થ ગવેષકની દૃષ્ટિથી ગંભીરતાપૂર્વક વિચાર કરતા દેવદ્ધિને દુષ્યગણિનો શિષ્ય માનવો જ યોગ્ય પ્રતીત થાય છે. દુષ્યગણિની સાથે દેવદ્ગિગણિનું ગણિપદાંત નામ પણ બંનેની વચ્ચે ગુરુ-શિષ્ય જેવો નિકટનો સંબંધ સૂચવે છે. ટીકાકાર આચાર્ય મલયગિરિ અનુસાર દુષ્યગણિને દેવદ્ધિના દીક્ષાગુરુ માનવામાં અને દેવદ્ધિગણિને મહાગિરિ-શાખાના વાચનાચાર્ય માનવામાં કોઈ પણ રીતની અડચણ આવતી નથી.
દેવદ્ધિગણિનું સ્વર્ગગમન અને પૂર્વજ્ઞાનનો વિચ્છેદ
પરંપરાગત માન્યતા પ્રમાણે આચાર્ય દેવર્ધિક્ષમાશ્રમણને અંતિમ પૂર્વધર માનવામાં આવ્યા છે. ‘ભગવતી સૂત્ર'ના ઉલ્લેખ પ્રમાણે ભગવાન મહાવીરના નિર્વાણથી ૧૦૦૦ વર્ષ પછી પૂર્વજ્ઞાનનો વિચ્છેદ માનવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એક રીતે એવું સુનિશ્ચિત થઈ જાય છે કે અંતિમ પૂર્વધર આચાર્ય દેવદ્ધિક્ષમાશ્રમણ વી. નિ. સં. ૧૦૦૦માં સ્વર્ગસ્થ થયા. એમના પછી પણ કેટલાક પટ્ટાવલીકારોનો અભિમત છે કે અંતિમ પૂર્વધર યુગપ્રધાનાચાર્ય સત્યમિત્ર હતા તથા સત્યમિત્રનું વી. નિ. સં. ૧૦૦૦માં અને દેવર્ધિગણિક્ષમાશ્રમણનું એમના પહેલા વી. નિ. સં. ૯૯૦માં સ્વર્ગારોહણ થયું.
330 000
છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)