________________
તિસ્થાગાલી પઇશ્ય'ની એક ગાથામાં આર્ય સત્યમિત્રને અંતિમ દશપૂર્વધર બતાવવામાં આવ્યા છે. એવું પ્રતીત થાય છે કે તિથ્યોગાલી પઈન્નયંની એ ગાથામાં દશપૂર્વધર આર્ય સત્યમિત્ર માટે અભિવ્યક્ત કરાયેલા ભાવોને નામ-સામ્યના કારણે અઠ્યાવીસમા યુગપ્રધાનાચાર્ય સત્યમિત્રની સાથે જોડીને ભ્રાંતિવશ પટ્ટાવલીકારો દ્વારા એમને અંતિમ પૂર્વધર માની લેવામાં આવ્યા છે. વી. નિ. સં. ૯૯૪ થી ૧૦૦૧ સુધી યુગપ્રધાનપદ ઉપર રહેવાવાળા યુગપ્રધાનાચાર્ય આર્ય સત્યમિત્ર જો અંતિમ પૂર્વધર હોત તો ‘તિત્વોગાલી પત્રય”માં અંતિમ વાચક વૃષભ(દેવદ્ધિગણિ)ને અંતિમ પૂર્વધર ન બતાવતા આર્ય સત્યમિત્રને બતાવવામાં આવતા.
આ પ્રમાણે ઉપર વર્ણવેલાં તથ્યો ઉપર વિચાર કરતા એવું સિદ્ધ થઈ જાય છે કે - વી. નિ. સં. ૯૮૦ થી લઈ પંચમ આરકની સમાપ્તિ સુધીના ૨૦૦૨૦ વર્ષો જેવા લાંબા ગાળામાં થવાવાળા કોટિ-કોટિ શ્રમણ-શ્રમણીઓ, શ્રમણોપાસકો-શ્રમણોપાસિકાઓ તેમજ સાધકો ઉપર આગમલેખન વડે અનંત ઉપકાર કર્યા પછી અંતિમ વાચક-વૃષભ દેવદ્ધિક્ષમાશ્રમણ વી. નિ. સં. ૧૦૦૦ ના પૂર્ણ થતા સ્વર્ગે સિધાવ્યા.
(દેવદ્ધિકાલીન રાજનૈતિક સ્થિતિ) વિ. નિ. સં. ૯૮૨માં કુમારગુપ્તના નિધન પછી એનો મોટો પુત્ર સ્કંદગુપ્ત સુવિશાળ ગુપ્ત સામ્રાજ્યનો સ્વામી બન્યો. એનો રાજ્યકાળ વી. નિ. સં. ૯૮૨-૯૯૪ (ઈ.સ. ૪૫૫-૪૬૭) સુધી રહ્યો. તે ઘણો જ પરાક્રમી અને પ્રતાપી સમ્રાટ હતો. એ આખી જિંદગી સંઘર્ષરત રહ્યો. સ્કંદગુપ્ત પોતાના પિતાના શાસનકાળમાં પુષ્યમિત્રોની ઘણી બળવાન વિશાળ સેનાને હરાવી ગુપ્ત-સામ્રાજ્યની રક્ષા કરી હતી. ગુપ્ત-સામ્રાજ્યની ધુરા હાથમાં આવતાં જ સ્કંદગુપ્ત મધ્યએશિયાથી આવેલ બર્બર-હૂણ ઘૂસણખોરોથી પોતાની માતૃભૂમિ ભારતના રક્ષણ માટે ઘણી શૌર્યતાથી યુદ્ધ કર્યું.
હૂણ સૈનિકોની સંખ્યા ઘણી વધારે હોવાની સાથે-સાથે તેઓ કુશળ ઘોડેસવાર હતા. હૂણોએ પોતાના જીવને દાવમાં મૂકી પૂરી તાકાતની સાથે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. સ્કંદગુપ્ત ભારતીય સેનાનું સંચાલન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969699999 ૩૩૧