________________
પરિચય આપ્યો છે, તે પ્રશંસનીય છે. હવે તમે લોકો જે પ્રકારે સિંહની જેમ સાહસપૂર્વક સંયમ ગ્રહણ કર્યો છે, એ જ પ્રકારે સિંહતુલ્ય પરાક્રમ પ્રગટ કરતા આજીવન સંયમનું પાલન કરતા રહો, જેનાથી તમને બધાને શીધ્ર જ પરમપદ નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય. જીવનના પ્રત્યેક ક્ષણને અમૂલ્ય સમજીને પ્રમાદનો પૂર્ણપણે પરિવાર (ત્યાગ) કરી પોતાના જીવનની પ્રત્યેક ક્રિયામાં સંપૂર્ણ રીતે જાગૃતતા રાખો, જેનાથી તમે બધા પાપબંધથી બચી શકો. વસ્તુતઃ પ્રમાદ સાધકનો સૌથી મોટો શત્રુ છે. ચતુર્દશ પૂર્વધર, આહારકલબ્ધિના ધારક, મન:પર્યવજ્ઞાની અને મોટામોટા સાધક પણ પ્રમાદને વશીભૂત થતા દેવ, માનવ, તિર્યંચ અને નરક ગતિરૂપ દુઃખપૂર્ણ સંસારમાં ભટકતા રહે છે.”
જબૂકુમાર સહિત બધા નવદીક્ષિતોએ પોતાના-શ્રદ્ધેય ગુરુ સુધર્મા સ્વામીના ઉપદેશને શિરોધાર્ય કર્યો અને તેઓ જ્ઞાનાર્જન અને તપશ્ચરણની સાથે-સાથે શ્રમણાચારને ઘણી દઢતાપૂર્વક પાલન કરવા લાગ્યા. - મહામેધાવી જણૂકુમારે અહર્નિશ પોતાના ગુરુ સુધર્મા સ્વામીની સેવામાં રહીને પરમ વિનીત ભાવથી ઘણી લગન, નિષ્ઠા અને પરિશ્રમની સાથે સૂત્ર, અર્થ અને વિવેચન વિસ્તાર સહિત સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રારંભ કર્યો.
(જçકુમારનો જન્મ, નિર્વાણ આદિ કાળનિર્ણચ)
સંબંધિત ઘટનાક્રમ ઉપર વિચાર કરવાથી એવું વિદિત થાય છે કે જબૂકુમારનો જન્મ મહાવીરની કેવળીચર્યાના ૧૪મા વર્ષમાં થયો. જબૂકુમારના ચ્યવનથી ૭ દિવસ પૂર્વે મહારાજા શ્રેણિકે ભગવાન
મહાવીરને પૂછ્યું : “ભગવન્! ભરતક્ષેત્રમાં કેવળજ્ઞાન કોના પછી - સમાપ્ત થઈ જશે?” - ભગવાને ઉત્તર આપ્યો: “જુઓ ! ત્યાં દેવીઓથી પરિવૃત્ત બ્રહ્મન્દ્ર સમાન વૃદ્ધિવાળો જે એ વિન્માલી દેવ છે, એ જ આજથી સાતમા દિવસે બ્રહ્મ-સ્વર્ગથી ચ્યવન કરી તમારા નગર રાજગૃહમાં શ્રેષ્ઠી ઋષભદત્તને ત્યાં સમય જતા પુત્રરૂપે ઉત્પન્ન થશે અને અહીં ભરતક્ષેત્રના આ અવસર્પિણી કાળના અંતિમ કેવળી હશે.” જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) E3233699999999 ૫ |