________________
સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ અથવા શંકર તો નથી ને ? ચંદ્ર નથી ! સૂર્ય નથી ! સુમેરુ પર્વત પણ નથી ! એમનામાંથી કોઈ પણ નથી. કારણ કે એ બધામાં કોઈ ને કોઈ દોષ છે, તો નિશ્ચિતરૂપે મારે એવો વિશ્વાસ કરવા માટે બાધ્ય થવું પડે છે કે એ બધા દોષોથી રહિત અને સમસ્ત ગુણોથી સંપન્ન એવા આ અંતિમ તીર્થકર છે.'
સ્થાણુ સમાન નિશ્ચલ ઇન્દ્રભૂતિ ગૌતમ જે સમયે મનોમન આ પ્રકારના વિચારસાગરમાં ગોથા ખાઈ રહ્યા હતા, ઠીક તે જ સમયે સર્વજ્ઞ-સર્વદર્શી શ્રમણ ભગવાન મહાવીરે અમૃત કરતાં પણ અતિ મધુર અનિર્વચનીય આનંદ-પ્રદાયિની વાણીમાં એમને એમના નામથી સંબોધિત કરતા કહ્યું : “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! “સુ-આગતમ્,' સ્વ-પર કલ્યાણકારી હોવાના લીધે - તારું આગમન સારું છે, લાભદાયી છે.”
આટલું સાંભળતાં જ ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યા - “આશ્ચર્ય છે. એ તો મારું નામ પણ જાણે છે. પણ ક્ષણભરમાં આશ્વસ્ત થઈ એમણે મનમાં જ વિચાર કર્યો - ઇન્દ્રભૂતિ ગૌતમને ભલા કોણ નથી ઓળખતું ? સૂર્ય પણ ક્યારેય કોઈથી છૂપો રહી શકે છે ? જો તેઓ મારા મનમાં છુપાયેલ ગુપ્તતમ સંદેહને પ્રગટ કરી નાંખે તો હું એમને સર્વજ્ઞ માની શકું છું, અન્યથા મારી દ્રષ્ટિમાં તેઓ નગણ્ય જ રહેશે.'
ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના મનમાં આ પ્રકારના વિચાર કરી રહ્યા હતા કે પ્રભુ મહાવીરે એમને કહ્યું: “ગૌતમ! તારા મનમાં આત્માના અસ્તિત્વ સંબંધમાં સંદેહ છે. તું એવું વિચારે છે કે – “જીવ ઘટ-ઘટની જેમ પ્રત્યક્ષ નથી દેખાતો અને જે વસ્તુ પ્રત્યક્ષમાં કોઈ પણ રીતે દેખાતી નથી એનું આકાશ કુસુમની જેમ સંસારમાં કોઈ અસ્તિત્વ નથી હોતું. વેદ-વાક્યોના ગૂઢાર્થને સારી રીતે સમજી ન શકવાના કારણે તારા મનમાં સંશય ઉત્પન્ન થયો છે, જે સંભાળ, હું વેદની સ્થાઓ(શ્લોકો)નો વાસ્તવિક અર્થ સમજાવું છું.”
ક્યારેય કોઈની સામે પ્રગટ નહિ કરેલ પોતાના મનના નિગૂઢતમ્ સંદેહને ભગવાન દ્વારા પ્રગટ કરી નાખવા પર ઇન્દ્રભૂતિ ગૌતમ સાશ્ચર્ય નિનિમેષ દૃષ્ટિથી ભગવાનની તરફ જોવા લાગ્યા. તેઓ મનોમન વિચારવા લાગ્યા - “આજ સુધી કોઈ પણ વ્યક્તિની સન્મુખ પ્રગટ નહિ કરેલ મારો એ મનોગત ગૂઢ સંશય એમને કેવી રીતે વિદિત થઈ ગયો ! સર્વજ્ઞના અતિરિક્ત મનોગત ભાવોને કોણ જાણી શકે છે! વસ્તુતઃ શું હું કોઈ સર્વજ્ઞની સન્મુખ ઊભો છું?” જૈિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 2333000030 ૪૧]