________________
ઇન્દ્રભૂતિ મનોમન આ પ્રકારે તર્ક-વિતર્કમાં લીન હતા, એ જ સમયે પ્રાણીમાત્રના મનોજગતના મનોભાવોને જાણનારા મહાવીર પ્રભુની મેઘ સમાન ગંભીર વાણી એમના કાનોમાં ગુંજી ઊઠી - “ઇન્દ્રભૂતે ! હું સર્વજ્ઞ હોવાના કારણે જીવને પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. જીવ તારા માટે પણ પ્રત્યક્ષ છે. તારા અંતરમાં જીવના અસ્તિત્વ-નાસ્તિત્વ વિષયક શંકા થઈ છે, એ જ વસ્તુતઃ જીવ છે. ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ઉપયોગ, સંશય, જિજ્ઞાસા, સુખ-દુઃખ આદિની અનુભૂતિ, દુઃખોથી સદા દૂર ભાગતા અને બચતા રહેવાની પ્રવૃત્તિ, સુખપૂર્વક ચિરંજીવ રહેવાની ઇચ્છા આદિ સમસ્ત લક્ષણ દેહધારી પ્રત્યેક આત્મામાં પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય છે, અતઃ આત્માનું અસ્તિત્વ પણ પ્રત્યક્ષ પ્રમાણથી સ્વતઃ સિદ્ધ છે. જે પ્રત્યક્ષ સિદ્ધ છે, એને સિદ્ધ કરવા માટે અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. જે પ્રકારે અનુભૂતિ, ઇચ્છા, સંશય, હર્ષ, વિષાદ વગેરે ભાવ અમૂર્ત-અરૂપી હોવાના કારણે ચર્મચક્ષુઓથી દૃષ્ટિગોચર નથી થતા, એ જ પ્રકારે જીવ પણ અમૂર્ત-અરૂપી હોવાના લીધે ચર્મચક્ષુઓ વડે નથી દેખાતા. પ્રત્યેક વ્યક્તિ દ્વારા વર્તમાન, ભૂત અને ભવિષ્યના પોતાના કાર્યકલાપો સંબંધમાં આ પ્રકારની અનુભૂતિ કરવામાં આવે છે - ‘હું સાંભળી રહ્યો છું,’ મેં સાંભળ્યું છે હતું.' ‘હું સાંભળીશ' વગેરે આ પ્રકારની અનુભૂતિઓમાં ‘હુ’ની પ્રતિધ્વનિથી પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.”
આગમ પ્રમાણ સંબંધમાં ગૌતમના અંતરમનમાં ઊઠેલ શંકાનું તત્કાળ સમાધાન કરતા પ્રભુએ કહ્યું : “ગૌતમ! તારા મનમાં જીવના અસ્તિત્વ સંબંધમાં સંશય હોવાનું મૂળ કારણ એ છે કે તું વેદની ઋચાઓ(મંત્રો)ના વાસ્તવિક અર્થને નથી સમજી શક્યો.’ નહ.
વૈદિક ઋચાઓમાં એક તરફ - ન હ વૈ સશરીરસ્યસતઃ પ્રિયાપ્રિયયો૨પહતિરસ્તિ અશરીર વા વસંત પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ' તથા ‘સ્વર્ગકામો યજેત’ - આ વેદપદોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
બીજી તરફ - ‘વિજ્ઞાનઘન અવૈતેભ્યો ભૂવૈભ્યઃ સમુત્ચાય તાન્યેવાનુવિનશ્યતિ, ન પ્રેત્ય સંજ્ઞાસ્તિ.' આ વાક્યથી તજ્જીવ તચ્છરીરવાદની પ્રતિધ્વનિ વ્યક્ત થાય છે. વેદનાં આ વાક્યોને પરસ્પર વિરોધી માનવાને કારણે તારા મનમાં જીવના અસ્તિત્વ સંબંધમાં સંશય ઉત્પન્ન થયો છે, ગૌતમ ! તું ઉપર્યુક્ત અંતિમ વેદવાક્યનો વાસ્તવિક અર્થ નથી સમજ્યો. હું તને આનો સાચો અર્થ સમજાવું છું.
૪૨
છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)