________________
કરતા-કરતા ક્રમશઃ આઠ દૃષ્ટાંત સંભળાવ્યા. જગ્ગકુમારે પણ પોતાની આઠેય પત્નીઓ દ્વારા પ્રસ્તુત કરેલાં દૃષ્ટાંતોના ઉત્તર (જવાબ)માં આઠ દષ્ટાંત સંભળાવ્યા. જબ્બકુમાર અને એની પત્નીઓની વચ્ચે થયેલ સંવાદ ઘણો પ્રેરણાદાયી, બોધપ્રદ અને અનાદિકાળથી અજ્ઞાનાવરણોના કારણ પૂર્ણતઃ નિમીલિત અંતર્થક્ષુઓને સહસા ઉન્મીલિત કરનારો છે.
પોતાની નવવિવાહિતા પત્નીઓ દ્વારા ભોગમાર્ગની તરફ આકર્ષિત કરવાના હેતુથી પ્રસ્તુત કરેલાં માર્મિક દૃષ્ટાંતો અને તર્કોના ઉત્તરમાં જબૂકુમારે હૃદયગ્રાહી દાંત સંભળાવતા અકાપ્ય અને પ્રબળ યુક્તિઓથી સંસારની નિઃસારતા, ભોગોની ક્ષણભંગુરતા અને ભવાટવીની ભયાવહતાનું એવું માર્મિક ચિત્રણ કર્યું કે સમુદ્રશ્રી વગેરે આઠેય કુસુમ કોમલાંગીઓ કુલિશ-કઠોર યોગમાર્ગ ઉપર ચાલવા માટે ઉદ્યત થઈ ગઈ. જમ્બુકમારના અંતર્મનના સાચા ઉદ્ગારોને સાંભળી એ આઠેય રમણીઓની મોહનિદ્રા-ભંગ થઈ ગઈ. એ આઠેય રમણીરત્નોએ શ્રદ્ધાપૂર્વક મસ્તક નમાવતા જબ્બકુમારને નિવેદન કર્યું : “આર્ય ! આપની કૃપાથી અમને સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ ગઈ છે. અમારા મનમાં હવે સાંસારિક ભોગોપભોગ અને સુખો પ્રત્યે લેશમાત્ર પણ આકર્ષણ નથી રહ્યું. અમને આ સંસાર વસ્તુતઃ ભીષણ વાળામાળાઓથી આકુલ અને અતિ વિશાળ ભઠ્ઠી સમાન પ્રતીત થઈ રહ્યો છે. અમે આપનાં પચિહ્નોનું અનુસરણ કરતાં-કરતાં અમારા સમસ્ત કર્મસમૂહોને ધ્વસ્ત કરી શાશ્વત સુખની પ્રાપ્તિ માટે લાલાયિત છીએ. અમે સારી રીતે સમજી ગયા છીએ કે આપ જે પથના પથિક બનવા જઈ રહ્યા છો, એ પથ વસ્તુતઃ અમારા માટે શ્રેયષ્કર છે. અજ્ઞાનવશ અમે આપને ભોગમાર્ગની તરફ આકૃષ્ટ કરવાનો જે પ્રયાસ કર્યો છે, એના માટે અમે આપની પાસે ક્ષમાયાચના કરીએ છીએ. અમે બધાં તમારી સાથે જ પ્રવ્રજિત થવા માંગીએ છીએ, અતઃ આપ અમને આપની સાથે જ પ્રવ્રજિત થવાની આજ્ઞા પ્રદાન કરી પાણિગ્રહણની લૌકિક ક્રિયાને ખરા અર્થમાં સાર્થક કરો.”
જબૂકુમારની અનુમતિ પ્રાપ્ત થયા પછી સમુદ્રશ્રી આદિ આઠેય રમણીઓએ પોત-પોતાનાં માતા-પિતાને પોતાના નિશ્ચયની સૂચના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૯૧ ]