________________
જ્યારે નિગ્રંથગચ્છ, કૌટિક ગચ્છ અને ચંદ્રગચ્છનાં વિવિધ નામોથી પસાર થતો થતો સાધુ-સમુદાય જનસંપર્કમાં આગળ વધ્યો, ત્યારે શ્રમણો પણ ખાસ કરીને વસ્તીઓમાં જ વાસ કરવા લાગ્યા. આમ થવું સ્વાભાવિક છે. શક્ય છે કે આર્ય રક્ષિત પછી સાધુવર્ગમાં નિષ્ક્રિયતા વધુ પ્રમાણમાં ફેલાયેલી જોઈ સંયમશુદ્ધિ અને ઉગ્ર સાધનાને ટકાવી રાખવા માટે સામંતભદ્રએ શિથિલાચારની વિરુદ્ધ વનવાસ સ્વીકાર્યો હોય. આ ઉગ્ર આચારનું અભિયાન થોડા સમય સુધી ચોક્કસપણે અસરકારક રહ્યું હશે, પણ એમાં ધારેલી સફળતા મળી ન શકી.
(ગણાચાર્ય વૃદ્ધદેવ) આચાર્ય સામંતભદ્ર પછીના સત્તરમા ગણાચાર્ય થયા વૃદ્ધદેવ. જેફ વયે આચાર્યપદ મળવાના લીધે બધા એમને વૃદ્ધદેવસૂરિના નામે બોલાવવા લાગ્યા. એમને ઉગ્રક્રિયાના સમર્થક ગણવામાં આવ્યા છે. એમના પછી આર્ય પ્રદ્યોતનસૂરિ ગણાચાર્ય થયા. એમનો સ્વર્ગવાસ વિ. નિ. સં. ૬૯૮માં થયેલો બતાવવામાં આવ્યો છે.
(ગણાચાર્ય માનદેવ) આચાર્ય પ્રદ્યોતનસૂરિના પટ્ટધર ગણાચાર્ય માનદેવ થયા. ત્યાગતપની વિશિષ્ટ સાધનામાં અગ્રેસર રહેવાના કારણે એમની નામના ચારેય દિશાઓમાં થતી હતી.
નાડીલનિવાસી પ્રખ્યાત શ્રેષ્ઠી ધનેશ્વર એમના પિતા તેમજ ધારિણી માતા હતી. પોતાનો એકનો એક પુત્ર હોવાને લીધે માતા-પિતાએ એમનું નામ માનદેવ રાખ્યું. એક વખત આચાર્ય પ્રદ્યોતન વિહારક્રમે નાડૌલ ગયા. સૌભાગ્યથી માનદેવને પણ આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળવા મળ્યો. આચાર્યની વૈરાગ્યયુક્ત વાણી સાંભળી માનદેવે અદ્ભુત લાગણી અનુભવી ને ગુરુચરણમાં પ્રવ્રયા ધારણ કરવાની ઈચ્છા દર્શાવી. ભારે જહેમત ઉઠાવ્યા બાદ માનદેવને એમનાં માતાપિતાની સંમતિ મળી અને શુભ સમયમાં શ્રમણદીક્ષા અંગીકાર કરી તેઓ વિનમ્રતાથી જ્ઞાનાભ્યાસની સાથો-સાથ કઠોર તપના પણ સાધક [ ૩૦૪ છ396339696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)