________________
૨. એમણે એમના નિમિત્તજ્ઞાનના બળે સમસ્ત શ્રમણ સંઘોને સૂચિત
કર્યું કે અવંતી સહિત સમસ્ત ઉત્તરાપથમાં ભીષણ દુષ્કાળ પડવાનો છે, જે ૧૨ વર્ષ સુધી ચાલશે. અતઃ બધા જ શ્રમણો ઉત્તરાપથથી વિહાર કરી સુભિક્ષાવાળાં ક્ષેત્રોની તરફ ચાલ્યા જાય. ૩. બધા આચાર્યો પોત-પોતાના સંઘ સહિત ઉત્તરાપથથી વિહાર કરી
અન્યત્ર ચાલ્યા ગયા. શાંતિ નામક આચાર્ય સૌરાષ્ટ્ર પ્રદેશના વલ્લભીનગરમાં પહોંચ્યા. પણ ત્યાં પણ ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળજન્ય અપરિહાર્ય પરિસ્થિતિમાં શાંત્યાચાર્યના સંઘના શ્રમણોએ દંડ, કાંબળો, પાત્ર, શ્વેતવસ્ત્ર વગેરે ધારણ કરી, શ્રમણોના માટે
વર્જિત આચારનું શરણ લીધું. ૪. શેષ શ્રમણોના સંઘ જ્યાં-જ્યાં ગયા, ત્યાં સંભવતઃ સુભિક્ષ રહ્યા
અને એમણે પોતાના વિશુદ્ધ અને કઠોર શ્રમણાચારમાં કોઈ પણ
પ્રકારની શિથિલતા આવવા ન દીધી. ૫. સુકાળ થતા શાંત્યાચાર્યએ પોતાના શિષ્યસમૂહને પરામર્શ આપ્યો
કે - “તેઓ દંડ, વસ્ત્ર, પાત્ર આદિનો પરિત્યાગ કરી પ્રાયશ્ચિત્ત કરે અને પૂર્વવત્ કઠોર શ્રમણાચારમાં પ્રવૃત્ત થઈ જાય.” શાંત્યાચાર્યના કઠોર આદેશથી ક્રોધિત થઈ એમના શિષ્ય જિનચંદ્ર એમના કપાળ
ઉપર દંડ પ્રહાર કર્યો, જેનાથી એમના પ્રાણનો અંત થયો. ૬. શાંત્યાચાર્યની હત્યા કરી જિનચંદ્ર એમના સંઘનો આચાર્ય બની ગયો
અને એણે સ્વેચ્છાનુસાર પોતાના આચરણ અનુકૂળ નવીન
શાસ્ત્રોની રચના કરી. ૭. દિગંબર માન્યતાનુસાર વી. નિ. સં. ૧૬રમાં સ્વર્ગસ્થ થયેલ શ્રુતકેવળી - ભદ્રબાહુનો અહીં ક્યાંયે ઉલ્લેખ નથી અને વિશાખાચાર્ય, રામિલ,
સ્થૂલવૃદ્ધ, સ્થૂલાચાર્ય અથવા સમ્રાટ ચંદ્રગુપ્તનો પણ આ બધું વિવરણ વસ્તુતઃ વિક્રમ સં. ૧૨૪ થી ૧૩૬ (વી. નિ. સં. પ૯૪ થી ૬૦૬)ની વચ્ચે અને એ સમયમાં થયેલ નૈમિત્તિક ભદ્રબાહુથી સંબંધિત બતાવવામાં આવ્યા છે.
ગહન શોધ પશ્ચાતુ હવે દિગંબર પરંપરાના અન્ય અનેક વિદ્વાનો પણ સ્પષ્ટ રૂપથી કહેવા લાગ્યા છે કે - “દક્ષિણમાં પ્રથમ ભદ્રબાહુ નહિ, પરંતુ દ્વિતીય ભદ્રબાહુ ગયા હતા.' જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 999999999999 ૨૯ ]