________________
'યુગમયાનnયાર્ચ આયથા શ્રીરાપ્ત આર્ય ભદ્રગુપ્તના સ્વર્ગે સિધાવ્યા પછી આર્ય શ્રીગુપ્ત સત્તરમાં યુગપ્રધાનાચાર્ય થયા. એમનો કોઈ ખાસ પરિચય મળતો નથી. જન્મ
': વી. નિ. સં. ૪૪૮ દીક્ષા
: વી. નિ. સં. ૪૮૩ આચાર્યપદ
: વી. નિ. સં. ૧૩૩ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૪૮ ગૃહસ્થપર્યાય : ૩૫ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૫૦ વર્ષ યુગપ્રધાનાચાર્યપર્યાય : ૧૫ વર્ષ કુલ આયુષ્ય : ૧૦૦ વર્ષ ૭ મહિના ૭ દિવસ. . છઠ્ઠો નિતંવ રોહગુપ્ત એમનો જ શિષ્ય હતો.
(નિલવ રોહગુપ્ત) વી. નિ. સં. ૧૪૪માં રોહગુપ્તથી ઐરાશિક દૃષ્ટિની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. ભગવદ્વચનના એક દેશના અપલાપ કરવાના લીધે રોગગુપ્તને નિવ માનવામાં આવ્યા છે.
ઐરાશિક મતના ઉદ્ભવના વિષયમાં બતાવવામાં આવ્યું છે કે એક વખતે અંતરંજિકા નગરીની બહાર ભૂતગુહા ચૈત્ય(દેરાસર)માં શ્રીગુપ્ત નામના આચાર્ય એમના શિષ્યવૃંદ સાથે પધાર્યા. અંતરંજિકામાં રાજા બલશ્રીનું રાજ્ય હતું. આચાર્ય શ્રીગુપ્તના અનેક શિષ્યોમાંનો એક રોહગુપ્ત ઘણો બુદ્ધિશાળી શિષ્ય એમના ગામમાંથી આચાર્યની સેવામાં અંતરંજિકા જઈ ચઢ્યો. રસ્તામાં એણે એક પરિવ્રાજકને જોયો, જે એના પેટ ઉપર લોખંડનો પટ્ટો બાંધીને હાથમાં જાંબુની ડાળખી લઈને ઊભેલો હતો. જ્ઞાનની અધિકતાના લીધે ક્યાંક પેટ ફાટી ન જાય, એ માટે એ સંન્યાસીએ એના પેટ ઉપર લોખંડનો પટ્ટો બાંધેલો હતો; અને એ જ કારણે એ પોટ્ટસાલ નામથી પ્રખ્યાત થયો. પરિવ્રાજક પોતાના હાથમાં જાંબુની ડાળી લઈને જાણે એમ જણાવી રહ્યો ૨૫૦ ઉછ969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)