________________
(મધુબિંદુનું દેણંત) ધનોપાર્જનની અભિલાષાથી સાર્થવાહ (આગેવાનો અનેક અર્થાર્થીઓ સાથે લઈને દેશાત્તરની યાત્રાએ ગયો. એની સાથે એક બુદ્ધિહીન નિર્ધન વ્યક્તિ પણ હતી. દૂરસ્થ પ્રદેશની યાત્રા કરતો એ સાર્થ (વણઝારા ટુકડી) એક જંગલમાં પહોંચી. ત્યાં એક ડાકુઓની ટોળકીએ સાર્થ ઉપર આક્રમણ કરી એને લૂંટવાનો પ્રયત્ન કર્યો. એ ગરીબ વ્યક્તિ ભયની મારી ત્યાંથી ગમે તેમ કરીને પ્રાણ બચાવી ભાગી નીકળી. પણ, થોડીક જ દૂર જતા એણે જોયું કે એક ભયાનક જંગલી હાથી એની પાછળ આવી રહ્યો હતો. પોતાના પ્રાણોની રક્ષા-હેતુ એણે આજુબાજુ જોયું કે ક્યાંક કોઈ સુરક્ષિત સ્થાન મળી જાય. એની દૃષ્ટિ પાસેના જ એક વટવૃક્ષ ઉપર પડી. એણે વટવૃક્ષના પ્રરોહો (શાખાઓ)ને પકડવા માટે કૂવાની પાસે પહોંચીને છલાંગ મારી અને વટવૃક્ષના પ્રરોહો(વડવાઈઓ)ને પકડી લીધા.
કેટલાંક સમય માટે પોતાની જાતને સુરક્ષિત સમજીને એણે વડની શાખા ઉપર લટકીને જ કૂવાની અંદરની તરફ દૃષ્ટિ દોડાવી, તો એણે જોયું કે કૂવાની વચ્ચોવચ્ચ એક ઘણો ભયંકર અજગર પોતાનું મોટું ખોલીને, જિહ્વા લપલપાવીને એની તરફ સંતૃષ્ણ નેત્રોથી જોઈ રહ્યો છે અને આકાર-પ્રકારમાં એનાથી નાના અન્ય ચાર સર્પ કૂવાના ચારેય ખૂણામાં બેસીને એની તરફ મોઢું ખોલી જોઈ રહ્યા છે. ભયના કારણે એનું આખું શરીર કંપી ઊઠ્યું. હવે તેણે ઉપરની તરફ આંખો ઉઠાવીને જોયું તો બે ઉંદર, એમાંનો એક કાળા રંગનો અને બીજો સફેદ (શ્વેત) રંગનો છે, જે શાખાના સહારે તે લટકી રહ્યો છે, એને જ ઘણી ઝડપથી કાપી રહ્યા છે.
આ બધું જોઈને એને પાકો વિશ્વાસ થઈ ગયો કે એના પ્રાણ નિશ્ચિતરૂપે પૂર્ણ સંકટમાં છે અને હવે એના બચાવનો કોઈ ઉપાય નથી. આ તરફ એ વ્યક્તિનાં પદચિહ્નોની ભાળ લેતો તે જંગલી હાથી પણ કૂવાની પાસે પહોંચ્યો અને એ વૃક્ષને જોર-જોરથી હલાવવા લાગ્યો. વૃક્ષની ઉપર મધમાખીઓનો એક ઘણો મોટો પૂડો હતો. વૃક્ષના હલવાથી મધમાખીઓ ઊડી-ઊડીને એ માણસના રોમે-રોમમાં ડંખ મારવા લાગી, જેને લીધે એના શરીરમાં અસહા પીડા અને દાહ ( ૧૦૨ 969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઈતિહાસ ઃ (ભાગ-૨)