________________
ઇન્દ્રભૂતિ ગૌતમે એમના યજમાનને સંબોધિત કરતા કહ્યું કે - “સોમિલ ! અમે સત્યયુગના દૃશ્યને સાક્ષાત-સાકાર ઉપસ્થિત કરી દીધું છે. તું મહાભાગ્યશાળી છે. જુઓ પોતાના પુરોગાશન (સિંહાસન) ગ્રહણ કરવા હેતુ સ્વયં ઈન્દ્રાદિ બધા દેવ સશરીર તારા યજ્ઞમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.”
ભગવન્! આ બધી આપ જેવા સમર્થ વેદાચાર્યની કૃપા અને કરુણાનો જ પ્રસાદ છે.” પોતાના રોમ-રોમમાંથી અસીમ કૃતજ્ઞતા પ્રગટ કરતા પુલકિત મનથી સોમિલે ગદ્ગદ સ્વરમાં કહ્યું.
પહેલાંની અપેક્ષાથી પણ વધુ ઉચ્ચ સ્વરમાં કરવામાં આવનારી મંગધ્વનિ અને સ્વાહાનો ઘોષ આકાશને અધ્ધર ઉઠાવવા લાગ્યા. હજારો-લાખો નેત્ર આકાશમાર્ગથી આવતાં હજારો દેવવિમાનોની તરફ અપલક (અનિમેષ) જોઈ રહ્યા હતા.
' એ જ સમયે યજ્ઞસ્થળને ઓળંગીને દેવવિમાન આગળ વધી ગયાં. સહજ જ મંત્રપાઠની ધ્વનિ મંદ પડી ગઈ. ઉત્સાહનું સ્થાન અચાનક જ નિરાશાએ લઈ લીધું. હતાશ લાખો લોચન મૂક જિજ્ઞાસાથી ક્યારેક ઇન્દ્રભૂતિ ગૌતમના મુખની તરફ તો ક્યારેક જઈ રહેલાં વિમાનોની તરફ જોવા લાગ્યા. સર્વત્ર નિસ્તબ્ધતા છવાઈ ગઈ.
ઇન્દ્રભૂતિએ આશ્ચર્ય, નિરાશા અને છંછેડાયેલા સ્વરે કહ્યું : અરે ! આ દેવગણ ક્યાંક માર્ગ તો નથી ભૂલ્યા ને? છેવટે આ મહાન યજ્ઞને છોડીને અન્યત્ર ક્યાં જઈ રહ્યાં છે ? વેદમંત્રો દ્વારા આમંત્રિત થઈને પણ તેઓ ભ્રમણાવશ આગળ ક્યાં જઈ રહ્યાં છે ? એની તપાસ કરી કોઈ મને સુચિત કરો.”
થોડા જ સમય બાદ કેટલીક વ્યક્તિઓએ આવીને ઇન્દ્રભૂતિને કહ્યું : “આચાર્ય પ્રવર ! સમીપના આનંદોદ્યાનમાં સર્વજ્ઞ શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે. એમને કેટલાક સમય પૂર્વે જ કેવળજ્ઞાન - થયું છે. અતઃ બધા જ દેવગણ ભગવાન મહાવીરના સમવસરણમાં જઈ રહ્યા છે.” | આટલું સાંભળતાં જ ઇન્દ્રભૂતિ ગૌતમ વ્યથિત થઈ ઊઠ્યા. એમની આંખોમાંથી ક્રોધની ચિનગારીઓ વરસવા લાગી. એમણે હુંકારભર્યા સ્વરમાં કહ્યું : “અરે ! તું આ શું કહી રહ્યો છે ? મારી ઉપસ્થિતિમાં બીજો કોઈ સર્વજ્ઞ બનવાનું સાહસ કરી શકે છે ? એવું જૈન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 9િ6969696969696969696969 ૩૯ ]