________________
મળ્યા, તેમણે હાર્દિક આનંદ અનુભવ્યો. કુટુંબી સ્ત્રીઓ અને સુનંદાની બહેનપણીઓએ ઘણા આનંદ અને ઉલ્લાસથી એ પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો. એ શુભપ્રસંગે કોઈકે કહ્યું કે - “જો આ બાળકના પિતા પ્રવ્રજિત ન થયા હોત તો આજે એનો જન્મોત્સવ હજી પણ વધુ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવતો.”
ઉપર બોલાયેલાં વાક્યો કાનોમાં પડતાં જ પૂર્વજન્મના સંસ્કારથી બાળકને જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું. નવજાત શિશુએ મનોમન વિચાર કર્યો : “અહો ! મારા પિતા ઘણા પુણ્યશાળી છે કે એમણે શ્રમણત્વ સ્વીકાર કરી લીધું. મારે પણ કાળાતરમાં જેમ બને તેમ જલદી સંયમ ધારણ કરવો છે, કારણ કે સંયમના પરિપાલનથી જ મારો ભવસાગરથી ઉદ્ધાર થઈ શકે છે.” એની માતાનું મમત્વ વધે નહિ અને એના વર્તનથી દુઃખી થઈ માતા એનો તરત જ ત્યાગ કરે એના માટે રડવું એક અકસીર ઉપાય છે એમ સમજી બાળકે તરત જ રડવાનું ચાલુ કર્યું. બાળકને રડતું બંધ કરવા માટે સુનંદાએ, એની બહેનપણીઓએ અને બધી જ મોટી, વડીલ, વૃદ્ધા, સમજુ સ્ત્રીઓએ દરેક પ્રકારના ઉપાયો કર્યા, પણ બાળકનું રુદન તો નિરંતર ચાલતું જ, રહ્યું. પોતાના પુત્રના આમ અવિરત રુદન-કંદનથી સુનંદા ઘણી દુઃખી રહેવા લાગી. એને ન તો રાતે શાંતિ હતી કે ન દિવસે. તે વારંવાર ઊંડા નિઃસાસા નાખીને કહેતી: “પુત્ર! આમ તો તું ઘણો નયનાભિરામ છે, તેને જોઈને મારી આંખોને ઠંડક મળે છે, પણ તારું આ હંમેશાંનું રડવું ઘણું કર્કશ લાગે છે. આ મારા હૃદયમાં શૂળની જેમ ભોંકાય છે. આમ જેમ-તેમ કરીને સુનંદાએ ૬ મહિના ૬ વર્ષની જેમ પસાર કર્યા. સંયોગથી એ સમયે આર્ય સિંહગિરિનું તુંબવનમાં આગમન થયું.”
મધુકરીના સમયે જે વખતે આર્ય ધનગિરિ મધુકરી માટે પોતાના ગુરુ પાસે આજ્ઞા લઈ જવા લાગ્યા, તે જ સમયે પક્ષીવિશેષનો અવાજ સાંભળી નિમિત્તજ્ઞ આર્ય સિંહગિરિએ એમના શિષ્ય ધનગિરિને સાવધાન કરતા કહ્યું કે - “વત્સ ! આજે ભિક્ષામાં તને સચિત્ત, અચિત્ત અથવા મિશ્રિત જે પણ વસ્તુ મળે, એને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગરનું સ્વીકારી લેજે.” ( ૨૫૬ 999999993399/ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)