________________
એ વખતના જૈનોના ભયંકર શત્રુ પુષ્યમિત્રને ઉચિત શિક્ષા આપ્યા પછી વી. નિ. સં. ૩૨૭ થી ૩૨૯ની વચ્ચેના સમયમાં ખારવેલના કુમારગિરિ ઉપર શ્રમણસંઘ આદિ ચતુર્વિધ સંઘને એકઠા કરી દ્વાદશાંગીના પાઠોને સુવ્યવસ્થિત કરાવ્યા હશે.
ઉપરોક્ત તથ્યોને ધ્યાનમાં રાખીને આર્ય બલિસ્સહના વાચનાચાર્ય સમયમાં નિમ્નલિખિત પ્રમુખ રાજાઓનો રાજ્યકાળ હોવાનું અનુમાન કરી શકાય છે : 0 મૌર્ય સમ્રાટ બિંદુસારના વિ. નિ. સં. ૨૩૩ થી ૨૫૮ સુધી ૨૫
વર્ષના રાજ્યકાળમાંથી ૧૩ વર્ષ (વી. નિ. સં. ૨૪૫ થી ૨૫૮)
સુધીનો રાજ્યકાળ. 0 મૌર્ય સમ્રાટ અશોકનો વિ. નિ. સં. ૨૫૮ થી ૨૮૩ સુધીનો શાસનકાળ. a મૌર્ય સમ્રાટ સમ્પતિનો વી.નિ.સં. ૨૮૩ થી ૨૯૩ સુધીનો શાસનકાળ.
એમાંના પ્રથમ ૨ વર્ષ પાટલિપુત્રમાં અને બાકીના ૯ વર્ષ ઉજ્જયિનીમાં. જૈન પરંપરા પ્રમાણે રાજા પુણ્યરથ તથા વૃહદ્રથનો, હિન્દુ પરંપરા પ્રમાણે શાલિશૂક, દેવશર્મા, શતધનુષ અને વૃહદ્રથનો આશરે વી. નિ. સં. ૨૯૩ થી ૩૨૩ સુધીનો રાજ્યકાળ મૌર્યસમ્રાટ સમ્મતિ
પછી આ રાજાઓનો ઉજ્જૈન ઉપર પણ અધિકાર રહ્યો. a કલિંગમાં ભિકબુરાય અથવા મહામેઘવાહન ખારવેલનો અનુમાને
વિ. નિ. સં. ૩૧૬ થી ૩૨૯ સુધીનો શાસનકાળ. 0 પુષ્યમિત્ર શૃંગના વી. નિ. સં. ૩૨૨ થી ૩૫ર સુધીના ત્રીસ વર્ષના
શાસનકાળમાં વી. નિ. સં. ૩૨૭-૩૨૯ની વચ્ચે સુધીનો સમય. પુષ્યમિત્રની રાજધાની પણ પાટલિપુત્રમાં રહી અને ઉર્જનનું રાજ્ય પણ એને આધીન રહ્યું.
આ રીતે જો આર્ય બલિસ્સહનો વાચનાચાર્યકાળ વી. નિ. સં. ૨૪૫ થી ૩૨૯ સુધીનો અર્થાત્ ૮૪ વર્ષનો માનવામાં આવે તો એવું કહેવું પડશે કે એમના આચાર્યકાળમાં બિંદુસારનું ૧૩ વર્ષ અને શેષ ૭ મૌર્ય રાજાઓનું ૬૫ વર્ષ સુધી શાસન રહ્યું.
(કલિંગપતિ મહામેઘવાહન ખારવેલ) - કલિંગનરેશ ભિખુરાવ ખારવેલ(વી. નિ. સં. ૩૧૬ થી ૩૨૯)નું સ્થાન કલિંગના ઇતિહાસમાં તો અનેરું છે જ, સાથે જૈન ઇતિહાસમાં પણ એમનું નામ સોનેરી અક્ષરોથી મઢાયેલું છે. પોતાના રાજ્યની અભિવૃદ્ધિ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૨) 90000000000 ૨૧૫