________________
આયાર્ય મલવ સ્વામી
જખ્ખ સ્વામી પછી ભ. મહાવીરના તૃતીય પટ્ટધર આચાર્ય પ્રભાવ સ્વામી થયા. તે ૩૦ વર્ષ ગૃહસ્થપર્યાયમાં, ૬૪ વર્ષ સામાન્ય વ્રતપર્યાયમાં અને ૧૧ વર્ષ સુધી યુગપ્રધાન-આચાર્યના રૂપમાં રહી શાસનસેવા કરતા રહ્યા. એમની કુલ મુનિપર્યાય ૭૫ વર્ષ અને પૂર્ણ આયુ ૧૦૫ વર્ષની હતી. પ્રભવ સ્વામી વિ. નિ. સં. ૭૧મા સ્વર્ગે સિધાવ્યા.
પ્રભવકુમાર વિંધ્યાચલ તળેટીમાં સ્થિત જયપુર નામક રાજ્યના કાત્યાયન-ગોત્રીય ક્ષત્રિય મહારાજા વિંધ્યના જયેષ્ઠ પુત્ર હતા. રાજકુમાર પ્રભવનો જન્મ ઈ. સ. પૂર્વે ૫૫૭ (વી.નિ.સં.થી ૩૦ વર્ષ પૂર્વે) વિંધ્ય પ્રદેશના જયપુરમાં થયો. એમના લઘુ ભ્રાતાનું નામ સુપ્રભ હતું. બંનેનું પાલન-પોષણ રાજકુળ અનુસાર પ્રેમ અને મમતા સાથે થયું.
જે સમયે રાજકુમાર પ્રભવ કિશોરાવસ્થા પૂર્ણ કરી ૧૬ વર્ષના થયા, એ સમયે એમના પિતા કોઈક કારણવશ એમનાથી અપ્રસન્ન થયા. એમણે ક્રોધિત થઈને રાજકુમાર પ્રભવને રાજ્યના અધિકારથી વંચિત કરીને પોતાના કનિષ્ઠ પુત્ર સુપ્રભને રાજ્યના ઉત્તરાધિકારી યુવરાજ ઘોષિત કરી દીધો.
(ડાકૂ-સરદાર પ્રભાવ) પોતાના ન્યાયોચિત પૈતૃક અધિકારથી વંચિત કરવામાં આવવાના કારણે રાજકુમાર પ્રભવને ઘણો માનસિક આઘાત પહોંચ્યો અને તે પિતાથી રિસાઈને રાજગૃહ છોડીને વિંધ્ય પર્વતમાં વિકટ અને ભયાનક જંગલોમાં રહેવા લાગ્યા. વિંઘાટવીમાં રહેનારા લૂંટારાઓએ સાહસી અને યુવા રાજકુમાર પ્રભવની સાથે સંપર્ક સ્થાપિત કર્યો. લૂંટના અભિયાનમાં રાજકુમાર પ્રભવ એ લૂંટારાઓની સાથે રહેવા લાગ્યો. પ્રભવનાં પરાક્રમ અને સાહસને જોઈને ડાકુઓની ટોળકીએ એમને પોતાનો સરદાર બનાવી દીધો. હવે ડાકૂ-સરદાર પ્રભવ પોતાના ૫૦૦ ડાકુઓની સાથે દિવસ દરમિયાન પણ મોટા-મોટા કસબા અને ગામોમાં જ્યારે ઇચ્છા થાય ત્યારે લૂંટ ચલાવવા લાગ્યો. પ્રભવને ધાડ પાડવાનાં અભિયાનોમાં જેમ-જેમ સફળતાઓ પ્રાપ્ત થતી ગઈ, તેમ-તેમ એની ૧૦૦ 999999999999] જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)