________________
વિદ્યા પ્રદર્શનના કારણે આચાર્ય ભદ્રબાહુ દ્વારા એમને અંતિમ ચાર પૂર્વોની વાચના ન આપવાનો સંકલ્પ, સંઘ દ્વારા સ્થૂળભદ્રના અપરાધને ક્ષમા કરી વાચના આપવાની પ્રાર્થના, આચાર્ય ભદ્રબાહુ દ્વારા ચાર પૂર્વોની વાચના ન આપવાનાં કારણો ઉપર પ્રકાશ અને અંતે માત્ર મૂળરૂપથી અંતિમ ચાર પૂર્વોની ભદ્રબાહુ દ્વારા આર્ય સ્થૂળભદ્રને વાચના આપવી આદિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધું વિવરણ સ્થૂળભદ્ર સ્વામીના પ્રકરણમાં યથાસ્થાને આપવામાં આવી રહ્યો છે.
(આવશ્યક ચૂર્ણિ) “આવશ્યક ચૂર્ણિ'માં ભદ્રબાહુ વિષયક તિત્વોગાલિયાપણા'માં ઉલ્લેખિત ઉપરોક્ત તથ્યોમાંથી કેટલાંકનો અતિ સંક્ષેપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય શ્વેતાંબર ગ્રંથોમાં ગચ્છાચારપણા (દોઘટ્ટીવૃત્તિ), પ્રબંધ ચિંતામણિ પ્રબંધ, કોષ, ગુરુ પટ્ટાવલી તથા ગચ્છ પટ્ટાવલી વગેરેમાં આચાર્ય જયબાહુનો પરિચય ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે ભાઈઓના રૂપમાં થોડો-ઘણો હળતા-મળતા સ્વરૂપમાં ક્યાંક ભિન્ન સ્વરૂપમાં આપવામાં આવ્યો છે.
દિગંબર પરંપરાના ગ્રંથોમાં આચાર્ય ભદ્રબાહુનો પરિચય “ભાવસંગ્રહ અનુસાર અપાયો છે. ભાવસંગ્રહની ગાથાઓ દ્વારા આચાર્ય દેવસેને સ્પષ્ટ રૂપે પોતાની એ માન્યતા પ્રગટ કરી છે કે - “વિક્રમ સં. ૧૨૪ (વી. નિ. સં. ૧૯૪)માં આચાર્ય ભદ્રબાહુએ શ્રમણસંઘના ભાવિ દ્વાદશ વાર્ષિક દુકાળની પૂર્વ સૂચના આપતાં સલાહ આપી કે બધા સાધુ ઉજ્જૈન રાજ્ય(અવંતિ)ને છોડીને દૂરના પ્રદેશોમાં ચાલ્યા જાય.' તન્નુસાર શાંતિ નામક એ આચાર્ય સોરઠ દેશના વલ્લભીપુરમાં જઈને પોતાના વિશાળ શિષ્ય પરિવારની સાથે રહેવા લાગ્યા. ત્યાં શાંત્યાચાર્ય અને એમના શિષ્યોએ દુષ્કાળજન્ય વિકટ પરિસ્થિતિઓથી મજબૂર થઈ કાંબળો, દંડ, વસ્ત્ર, પાત્ર આદિ ધારણ કર્યા અને ગૃહસ્થોને ત્યાં બેસીને ભોજન કરવાનો પ્રારંભ કર્યો. સુભિક્ષ (સુકાળ) થતા શાંત્યાચાર્યએ પોતાના શિષ્યોને પુનઃ નિરવદ્ય દિગંબર શ્રમણાચાર ગ્રહણ કરવાની સલાહ આપી. શાંત્યાચાર્યના શિષ્યોએ એમની આજ્ઞાનું પાલન કરવાની ના પાડી દીધી. શાંત્યાચાર્યએ એમના શિષ્યોનો જિન પ્રરૂપિત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 969696969696969696969છ ૧૪૩]