________________
ગયો. થોડીક જ ક્ષણોમાં પવનનું ઝાપટું આવવાથી ઘનઘોર મેઘઘટાઓ છિન્ન-ભિન્ન થઈ વિલીન થઈ ગઈ. આ રીતે વાદળોનું ભેગા થવું અને વિખરાઈને વિલીન થઈ જવાના દેશ્યથી સાગરદત્તના મનમાં જીવનની ક્ષણભંગુરતાનું ચિંતન ઊડ્યું, અને સંસારથી પૂર્ણ વિરક્ત થઈ ગયા. એમણે બીજા જ દિવસે પોતાના પરિવારના અનેક સદસ્યોની સાથે અભયસારાચાર્યની પાસે ભગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી. સેવા અને શાસ્રાધ્યયનની સાથે-સાથે એમણે ઘોર તપશ્ચરણ પણ કર્યું, જેને પરિણામે એમને અવધિજ્ઞાનની ઉપલબ્ધિ થઈ.
આ તરફ ભવદેવનો જીવ પણ દેવાયુ પૂર્ણ થવાથી સૌધર્મ દેવલોકથી ચ્યવન કરી એ જ પુષ્કલાવતી વિજયમાં વીતશોકા નગરીના નૃપતિ પઘરથની રાણી વનમાલાની કુખેથી પુત્રરૂપે ઉત્પન્ન થયો. માતાપિતા દ્વારા એનું નામ શિવકુમાર રાખવામાં આવ્યું. યુવાન થવા પર શિવકુમારનું અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું અને તે દેવોમય ભોગોનો ઉપભોગ કરવા લાગ્યો.
એક વખત મુનિ સાગરદત્ત ગ્રામ-નગરોમાં વિચરતા-વિચરતા વીતશોકા નગરીમાં પધાર્યા. રાજકુમાર શિવકુમાર પણ દર્શનાર્થે મુનિ સાગરદત્તની સેવામાં પહોંચ્યા. ઉપદેશશ્રમણ પછી શિવકુમારે મુનિને પૂછ્યું : “શ્રમણ શિરોમણ ! મને તમને જોતાં જ અત્યાધિક હર્ષ અને પરમ ઉલ્લાસનો અનુભવ શા માટે થઈ રહ્યો છે ? શું મારો આપની સાથે પૂર્વભવનો કોઈ સંબંધ છે ?”
મુનિ સાગરદત્ત અવધિજ્ઞાનથી જાણીને કહ્યું: “શિવકુમાર ! આનાથી પહેલાં બીજા ભવમાં તું મારો ભવદેવ નામક અનુજ હતો. તમે મારું મન રાખવા માટે પરિણીતા નવવધૂને છોડીને મારી ઇચ્છાનુસાર શ્રમણત્વનો સ્વીકાર કરી લીધો. શ્રમણાચારનું પાલન કરતા-કરતા આયુ પૂર્ણ કરી તું સૌધર્મ દેવલોકમાં મહાન વૃદ્ધિસંપન્ન દેવ થયો. ત્યાં પણ પરસ્પર આપણે બંનેમાં ગાઢ સ્નેહ હતો. એ બે ભવોને સ્નેહપૂર્ણ સંબંધના કારણે આજે પણ તારા હૃદયમાં મારા પ્રત્યે સ્નેહસાગર ઊમટી રહ્યો છે.” - રાજપુત્ર શિવકુમારે હર્ષવિભોર થઈ સાંજલિ મસ્તક નમાવીને મધુર સ્વરે કહ્યું : “ભગવાન ! આપે જે કહ્યું તે તથ્ય છે. હું આ ભવમાં પણ જૈિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 239696969696969696969 ]