________________
કૂદમાં પ્રમોદ (આનંદ) માણી રહ્યો હતો, આજે એક બાલર્ષિના રૂપમાં મુક્તિપથનો સાચો પથિક બની ગયો. પૂર્વજન્મોને સંસ્કારોનો કેટલો જબરદસ્ત પ્રભાવ છે કે ઉપદેશ અને પ્રેરણાની પણ આવશ્યકતા ના પડી.
(દશવૈકાલિકની રચના) મણકે દીક્ષિત થઈને જ્યારે આર્ય સäભવ પાસે આત્મસમર્પણ કરી દીધું તો તે મણકના આત્મકલ્યાણની દિશામાં વિચારવા લાગ્યા, શ્રુતજ્ઞાનનો ઉપયોગ કરીને એમણે જોયું કે - “આ બાલષિની આયુ માત્ર ૬ માસ(મહિના)ની જ અવશિષ્ટ રહી ગઈ છે. આ અતિ અલ્પ કાળમાં બાળક મુનિ જ્ઞાન અને ક્રિયા, બંનેની સમ્યકરૂપે આરાધના કરી, કઈ રીતે પોતાનું આત્મકલ્યાણ સાધી શકે છે ! એના પર ચિંતન કરતા આર્ય સäભવને ધ્યાનમાં આવ્યું કે ચતુર્દશ પૂર્વેના પારગામી વિદ્વાન મુનિ અથવા દશપૂર્વધર ક્યારેક વિશેષ કારણના ઉપસ્થિત થવાની દશામાં સ્વ-પર કલ્યાણની કામનાથી પૂર્વ-શ્રુતમાંથી આવશ્યક જ્ઞાન ઉદ્ધાર કરી શકે છે. બાળમુનિ મણકના અલ્પ સમયમાં આત્મકલ્યાણ માટે મારે પૂર્વોમાંથી સાર ગ્રહણ કરી એક સૂત્રની રચના કરવી જોઈએ.'
એવો નિશ્ચય કરી આર્ય સäભવે વિભિન્ન પૂર્વોમાંથી સાર લઈ દશ અધ્યયનોવાળા એક સૂત્રની રચના કરી. મણકની વય એ સમયે લગભગ આઠ વર્ષની હતી. વિ. નિ. સં. ના ૭૨ વર્ષ પછી ૭૩મા વર્ષમાં આચાર્ય પ્રભવની વિદ્યમાનતામાં એની રચના થઈ. સંધ્યાકાળના વિકાલમાં પૂર્ણ કરવાના કારણે આ સૂત્રનું નામ દશવૈકાલિક રાખવામાં આવ્યું. આર્ય સંધ્યભવે સ્વયં મણક મુનિને એનું અધ્યયન અને ધ્યાનાદિનો અભ્યાસ કરાવ્યો. મુનિ મણક પોતાની વિનયશીલતા, આજ્ઞાંકિતતા, જ્ઞાનરુચિ અને આચાર્યશ્રીની કૃપાથી અલ્પ સમયમાં જ જ્ઞાન અને ક્રિયાનો સમ્યફ આરાધક બની ગયો.
સäભવે જ્યારે મણક મુનિનો અંતિમ સમય સંનિકટ જોયો, તો એમણે એની અંતિમ આરાધના માટે આલોચના આદિ આવશ્યક ક્રિયાઓ સમ્યક રીતે સંપન્ન કરાવી. મણક મુનિએ પણ ૬ માસના અલ્પકાળમાં નિર્મળ શ્રમણધર્મની આરાધના કર્યા પછી સમાધિપૂર્વક આયુ પૂર્ણ કરી દેવગતિ પ્રાપ્ત કરી. મણક મુનિની આ સ્વલ્પકાલીન સાધના પછી સહસા દેહત્યાગથી આર્ય સäભવને સહજ જ માનસિક ખેદ થયો અને એમનાં નેત્રોમાંથી હઠપૂર્વક અમૃકણ નીકળી પડ્યાં. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9696969696969696969694 ૧૩૧ |