________________
રાજપુરુષોએ ૪૪ લોખંડની સાંકળો વડે આચાર્ય માનતુંગને બાંધીને અંધારા ઓરડામાં પૂરી તાળું મારી દીધું. આચાર્ય માનતુંગે કોઈ પણ રીતના ક્ષોભ કે ગ્લાનિ વગર એકાગ્ર ચિત્તે આદિનાથ ભગવાન ઋષભદેવની સ્તુતિરૂપ ‘ભક્તામર સ્તોત્ર'ની રચના કરવી શરૂ કરી. સ્તોત્રના ૪૪ શ્લોક પૂરા થતા-થતા તો તાળાંઓ અને ઓરડાના દરવાજા આપોઆપ જ ખૂલી ગયા. આચાર્ય માનતુંગના બધાં બંધનો કપાઈ ગયા. તેઓ રાજસભામાં હાજર થયા.
આમ માનતુંગસૂરિના ત્યાગ-તપ અને પ્રતિભાના ચમત્કારથી રાજા પ્રભાવિત થયો અને એમનો પરમ ભક્ત બની ગયો. આચાર્ય માનતુંગ વડે રચાયેલ ‘ભક્તામર સ્તોત્ર'નું આજે પણ ઘણી જ શ્રદ્ધા-ભક્તિપૂર્વક ઘરે-ઘર નિત્ય પાઠ કરવામાં આવે છે.
ભક્તામર સ્તોત્રના કુલ ૪૮ શ્લોક છે. ક્યાંક-ક્યાંક એવું બતાવાયું છે કે ૪૬મા શ્લોક પર બધાં બંધનો તૂટ્યાં હતાં. વખતોવખત સાધકોએ આ સ્તોત્રના પ્રત્યેક શ્લોક ઉપર યંત્ર તેમજ મંત્રનું નિર્માણ કર્યું છે. ભક્તામર સ્તોત્ર સાથે જોડાયેલા અનેક ચમત્કાર જનજીવનમાં પ્રસિદ્ધ છે.
‘ભયહર સ્તોત્ર’ પણ આચાર્ય માનતુંગની રચના માનવામાં આવે છે. ચિરકાળ સુધી જૈનશાસનની પ્રભાવના કરીને પોતાના સુયોગ્ય શિષ્ય ગુણાકર મુનિને આચાર્યપદ પર નિયુક્ત કરી સંલેખનાપૂર્વક તેઓ વી. નિ. સં. ૭૫૮માં સ્વર્ગસ્થ થયા.
આર્ય સિંહના કાળમાં ગુપ્ત રાજવંશનો ઉદય
ભારશિવોએ શરૂ કરેલા સ્વાતંત્ર્યસંગ્રામને વાકાટક રાજવંશે વધુ ને વધુ વ્યાપક બનાવ્યો. તેમજ એના પછી ગુપ્ત રાજવંશે એને આખરી અંજામ આપી સંપન્ન કરી અફઘાનિસ્તાન, કાશ્મીર, નેપાળ, આસામ તેમજ બંગાળથી લઈ સમુદ્ર સુધી સમસ્ત દક્ષિણ-પશ્ચિમી પ્રદેશો સુધી ભારતની ખૂણે-ખૂણે પથરાયેલી ભૂમિને એક સુર્દઢ શાસનસૂત્રમાં બાંધી સુવિશાળ ગુપ્ત સામ્રાજ્યની સંસ્થાપના કરી.
ગુપ્ત રાજવંશના આદિ સંસ્થાપક હતા શ્રીગુપ્ત. ઈ.સ. ૬૭૨માં ઇત્સિંગ નામના એક ચીની યાત્રીના ભારતયાત્રાના વિવરણ પ્રમાણે શ્રીગુપ્તનો સત્તાકાળ સન ૧૯૦ની આસપાસ તેમજ એના રાજ્યની હદ નાલંદાથી આધુનિક મુર્શિદાબાદ સુધી હોવાનું અનુમાન કરી શકાય છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૭૭ ૩૧૫