________________
જે પ્રકારે એમના નિર્વાણ પૂર્વે એક વિશાળ, બહુજન સંમત અને સુપ્રતિષ્ઠિત ધર્મસંઘના રૂપમાં સુચારુ રૂપેથી ચાલતો રહ્યો, એ જ
પ્રકારે નિર્વાણોત્તર-કાળમાં પણ ચાલતો રહ્યો.
જૈન ધર્મ ઉપર પણ અનેકવાર વિપત્તિનાં વાદળો મંડાયાં. દ્વાદશવાર્ષિક દુષ્કાળો, રાજનૈતિક ઊથલ-પાથલ, વર્ગ-વિદ્વેષ, ધર્માંધતાજન્ય ગૃહક્લેશ વગેરે સંક્રાન્તિ-કાળના અનેક વખતો આવ્યા અને જતા રહ્યા. અનેક ધર્મસંઘોને વિલુપ્ત કરવાવાળા એ વિપ્લવ પણ જૈન ધર્મને સમાપ્ત ન કરી શક્યો. અતીતના એ અતિવિકટ સંકટાપન્ન સમયે પણ જૈન ધર્મ ક્યાં કારણોને લીધે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયો ? એ પ્રશ્નના ઊંડાણમાં ઊતરવા અને શોધવા પર એનાં કેટલાંક પ્રબળ કારણો ઉભરાઈને સામે આવે છે. સૌથી પહેલું અને પ્રબળ કારણ એ હતું કે સર્વજ્ઞ પ્રણીત ધર્મ હોવાના કારણે આ ધર્મસંઘનું સંવિધાન બધી રીતે સુગઠિત અને સર્વાંગપૂર્ણ હતું. અનુશાસન, સંગઠનની સ્થિરતા, સુવ્યવસ્થા એની અપ્રતિમ વિશેષતાઓ હતી. બીજું મુખ્ય કારણ હતું, આ ધર્મસંઘનો વિશ્વબંધુત્વનો મહાન સિદ્ધાંત; જેમાં પ્રાણીમાત્રના કલ્યાણની સાચી ભાવના સન્નિહત હતી. આ બધાથી વિશેષ તો આ ધર્મસંઘની ઘોરાતિઘોર સંકટોમાં પણ રક્ષા કરનારા હતા, આ ધર્મસંઘના કર્ણધાર મહાન આચાર્યોના ત્યાગ-તપોપૂત અપરિમેય આત્મબળ. ધર્મસંઘમાં પદોની વ્યવસ્થા
ધર્મસંઘનાં શ્રમણ-શ્રમણી વર્ગ સુદૃઢ, સંગઠન અને પૂર્ણ અનુશાસનમાં રહીને સમ્યક્ રીતે જ્ઞાનારાધના તથા સાધનાનો નિરંતર ઉત્તરોત્તર વિકાસ, ધર્મનો પ્રચાર-પ્રસાર-પ્રભાવના-અભ્યુત્થાન અને નિર્દોષ રૂપથી પોતાના સંયમ અને જીવનનો નિર્વાહ કરી શકે, આ પ્રકારે ધર્મસંઘની વ્યવસ્થા સુચારુ રીતે ચાલી શકે, એ ઉદ્દેશ્યથી શ્રમણસંઘમાં નિમ્નલિખિત પદોની વ્યવસ્થા કરવાનો ઉલ્લેખ ‘સ્થાનાંગ સૂત્ર’ની વૃત્તિ અને ‘બૃહત્કલ્પ સૂત્ર’માંથી પ્રાપ્ત થાય છે.
(૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તક (૪) સ્થવિર (૫) ગણી (૬) ગણધર (૭) ગણાવચ્છેદક.
૧૮
જો જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)