________________
શ્રમણસમૂહની સમાન શ્રમણીસમૂહ પણ આચાર્યને જ આજ્ઞાનુવર્તી રહેતો હતો. પણ શ્રમણીવર્ગની દૈનિક વ્યવસ્થા સુચારુ ચાલતી રહે, શ્રમણો તથા શ્રમણીઓનો અવાંછનીય અતિ સંપર્ક ન થાય, શ્રમણીઓની વ્યવસ્થા પણ શ્રમણોની અપેક્ષાએ શ્રમણીઓ સુવિધાપૂર્વક કરી શકે, ” એ દૃષ્ટિથી શ્રમણી વૃંદ માટે પ્રવર્તિની, મહત્તરા, સ્થવિરા, ગણાવચ્છેદિકા આદિ પદોની વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી છે. આ પદો પર અધિષ્ઠિત કરવામાં આવનારની કાયિક, વાચિક અને આધ્યાત્મિક સંપદાઓ, યોગ્યતાઓ, ઉત્તરદાયિત્વો, પુનિત કર્તવ્યો અને એમના દ્વારા વહન થનારો ગુરુત્તર કાર્યોભાર વગેરેનો અહીં શાસ્ત્રીય અને પુરાતન આધાર ઉપર સંક્ષેપમાં વિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.
આચાર્ય ઃ ભગવાન મહાવીરના ધર્મસંઘમાં આચાર્ય(ધર્માચાર્ય)નું પદ અપ્રતિમ, ગૌરવપૂર્ણ અને સર્વોપરી માનવામાં આવે છે. જૈન ધર્મસંઘના સંગઠન, સંચાલન, સંરક્ષણ, સંવર્તન, અનુશાસન અને સર્વતોમુખી (સર્વાગ) વિકાસમાં સામૂહિક તેમજ મુખ્ય ઉત્તરદાયિત્વ આચાર્ય ઉપર રહે છે. સમસ્ત ધર્મસંઘમાં એમનો આદેશ અંતિમ નિર્ણયના રૂપમાં સર્વમાન્ય હોય છે. આ જ કારણ છે કે જિનવાણીનું યથાતથ્ય રૂપથી નિરૂપણ કરનારા આચાર્યને તીર્થકર સમાન અને સકળ સંઘના નેત્ર કહેવામાં આવ્યા છે.
આચાર્ય' શબ્દની વ્યુત્પત્તિ અનેક ગ્રંથો અને આગામોમાં જણાવવામાં આવી છે. જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત આગમજ્ઞાનને હૃદયંગમ કરી એને આત્મસાત્ કરવાની ઉત્કંઠાવાળા શિષ્યો દ્વારા જે વિનયાદિપૂર્ણ મર્યાદાપૂર્વક સેવિત હોય એમને આચાર્ય કહે છે. જે સૂત્ર અને અર્થના જ્ઞાતા હોય, ઉત્કૃષ્ટ કોટિનાં લક્ષણોથી યુક્ત હોય, સંઘના માટે મોભી અર્થાત્ આધારસ્તંભ સમાન હોય, જે પોતાના ગણગચ્છ અથવા સંઘને સમસ્ત પ્રકારના સંતાપોથી પૂર્ણતઃ વિમુકત રાખવામાં સક્ષમ હોય તથા જે શિષ્યોને આગમોના ગૂઢાર્થ સહિત વાંચના આપતા હોય, એમને આચાર્ય કહે છે.
જે પાંચ પ્રકારના આચાર અર્થાત્ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, તપાચાર અને વીર્યાચારનો સ્વયં સમ્યગુરૂપે પાલન, પ્રકાશન, પ્રસારણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9999999999છે. ૧૯ ]