________________
આચાર્ય પોતાના શિષ્યવર્ગમાંથી યોગ્ય શિષ્યોની અનેક પ્રકારે પરીક્ષાઓ લઈને મનોમન સર્વત, સર્વાધિક, સુયોગ્ય શિષ્યને પોતાના ઉત્તરાધિકારીના રૂપે પસંદ કરી એને સ્વાર્જિત સમસ્ત જ્ઞાનની શિક્ષા પ્રદાન કરતા અને અંતે પોતાની આયુ-સમાપ્તિ પૂર્વે જ સમસ્ત સંઘની સમક્ષ પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દેતા હતા.
ભગવાન મહાવીરે પોતાના ધર્મસંઘના સંચાલન માટે નિયંત્રણ (અંકુશ) સહિત જે એકતંત્રીય શાસનપ્રણાલી નિર્ધારિત કરી, એમાં સંઘના સંરક્ષણ, ઉત્કર્ષ વગેરે માટે પૂર્ણરૂપે ઉત્તરદાયી (જવાબદાર) અને સાંકુશ સર્વસત્તાસંપન્ન જે આચાર્યપ્રદ રાખ્યું, એ પદ ઉપર નિયુક્તિનો આધાર નિર્વાચનના સ્થાને મનોનયન રાખવામાં આવ્યો. એ જ શ્રમણને આચાર્યપદ ઉપર મનોનીત અથવા અધિષ્ઠિત કરવાનું વિધાન કરવામાં આવ્યું, જે સ્વયં પૂર્ણ આચારવાન, બીજા પાસે વિશુદ્ધ, આચારનું પરિપાલન કરાવનાર, સંઘનો કુશળ અનુશાસ્ત, શ્રમણસમૂહને તલસ્પર્શી તત્ત્વજ્ઞાન અને આગમ-વાચના આપવામાં સક્ષમ. સાધક વર્ગ ને આધ્યાત્મિક ઉત્કર્ષની તરફ ઉત્તરોત્તર અગ્રેસર કરતા રહેવાની અસાધારણ યોગ્યતાવાળા, મેઘાવી, સર્વાતિશયી પ્રતિભા-પ્રભાવસંપન્ન, તેજસ્વી વ્યક્તિત્વનો ધણી, પુણ્યાત્મા, આત્મજયી, નિષ્કલંક જાતકુળ - સ્વભાવસંપન્ન અને નિષ્ઠલ પ્રકૃતિના હોય.
આજે પણ જૈન ધર્મના દરેક શ્રમણ સંઘો તેમજ સંપ્રદાયોના સંચાલનની વ્યવસ્થા તેના એ જ પુરાતન સ્વરૂપમાં સાંકુશ એકતંત્રી વ્યવસ્થા-પ્રણાલીને અનુસરી રહી છે.
(નિવણોત્તર-કાળમાં સંઘ વ્યવસ્થા) - આ એક નિર્વિવાદ ઐતિહાસિક તથ્ય છે કે શ્રમણ ભગવાન મહાવીરનો ધર્મસંઘ ભારતના વિભિન્ન ધર્મસંઘોમાં હંમેશાંથી જ પ્રમુખ, સુવિશાળ તથા બહુજન સંમત રહ્યો છે. જેને વામયમાં નિર્વાણ-પૂર્વવર્તી અને નિર્વાણોત્તર કાળમાં અનેક એવા અન્ય ધર્મસંઘોનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે, જે વિશાળ પણ હતા અને બહુજન સંમત પણ. પરંતુ આજે એ ધર્મસંઘોમાંથી એક-બેને છોડીને બાકીના નામ સિવાય કોઈ અવશેષ પણ અવશિષ્ટ નથી રહ્યા. એનાથી વિપરીત ભગવાન મહાવીરનો ધર્મસંઘ જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969] ૧૦ |