________________
પરંપરામાં પણ ચક્રવર્તી સનત્કુમારનું એ જ ભવમાં મુક્ત
થવાનું માનવામાં આવ્યું છે. શંકા-૪. ચોથી શંકા મહાબલમુનિ દ્વારા સ્ત્રી નામ-કર્મના ઉપાર્જન કરવાના
સંબંધમાં ઉઠાવવામાં આવી છે. પ્રથમ ભાગમાં ભગવાન મલ્લિનાથના પ્રકરણમાં એમના પૂર્વભવ(પૂર્વજન્મ)નો પરિચય આપતા લખ્યું છે કે - “આ પ્રકારે છળપૂર્વક તપ કરવાથી એમણે સ્ત્રીવેદનો અને વિસ સ્થાનોની આરાધના કરવાથી તીર્થકર નામ-કર્મનો બંધ કર્યો.” અહીં એ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે કે ભગવાન મલ્લિનાથના જીવે પોતાના ત્રીજા (મહાબલના) પૂર્વભવમાં જે સ્ત્રી-વેદનું ઉપાર્જન
કર્યું તે તીર્થકર નામ-કર્મના ઉપાર્જનનાં પૂર્વે કર્યું અથવા પશ્ચાતું? સમાધાન : “જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર'ના એતવિષયક મૂળપાઠના સમ્યગુ
રૂપેણનું અવલોકન કરવાથી સ્વતઃ જ આ શંકાનું સમાધાન થઈ જાય છે. મૂળપાઠમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રાજા મહાબલ એમના છ બાલ-મિત્રોની સાથે શ્રમણધર્મથી દીક્ષા ગ્રહણ કરી એકાદશાંગીનું અધ્યયન અને વિવિધ તપશ્ચરણથી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. એક દિવસ એ સાતેય મુનિઓએ પરસ્પર વિચાર-વિમર્શ કર્યા બાદ એ પ્રતિજ્ઞા લીધી કે - “તેઓ બધા સાથે મળીને એક જ પ્રકારનું તપશ્ચરણ કરશે.' પ્રતિજ્ઞાનુસાર તેઓ બધા ઉપવાસ વગેરે સમાન તપ કરવા લાગ્યા. પરંતુ મહાબલ અણગાર બનવા પહેલા પૂર્વ અધિનાયક હતા અને એના છ મિત્રો એના અધિનસ્ત, અતઃ મહાબળના અંતરમાં એના મિત્રોની અપેક્ષાએ વિશિષ્ટ વ્યક્તિત્વની પ્રાપ્તિ-હેતુ આકાંક્ષા ઉત્પન્ન થઈ. એ આંતરિક આકાંક્ષાની પૂર્તિ-હેતુ મહાબળે પોતાની પ્રતિજ્ઞાથી વિપરીત માયા-છળ-છઘપૂર્વક એ છે મુનિઓ કરતાં વિશિષ્ટ તપ કર્યું, જેના ફળસ્વરૂપ એમનું સમ્યકત્વ દૂષિત થઈ ગયું. માયા-સ્ત્રી નામ-કર્મની જનેતા છે,
અતઃ મહાબળે સ્ત્રી-નામ-કર્મનું અર્થાત્ સ્ત્રીવેદનો બંધ કર્યો. ૧૨ 999999999999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)