________________
વારંવાર ઊંચા સાદે બોલે.' આના કારણે પાટલીપુત્રનાં બધાં જાહેર સ્થળોએ આ રહસ્યપૂર્ણ શ્લોકનો ગુંજારવ થવા લાગ્યો. સેવકોના માધ્યમથી દરેક જગ્યાએ જાણીતો આ શ્લોક રાજા નંદ પાસે પહોંચ્યો. નંદ ચમકી ગયો, પણ એને દૃઢ વિશ્વાસ હતો કે શકટાર કોઈ પણ સ્થિતિમાં આ રીતનું ઘૃણાસ્પદ કાર્ય કરી જ ન શકે, છતાં પણ હકીકતનો તાગ મેળવવા નંદે એની એક વિશ્વાસુ વ્યક્તિને મહામંત્રીના આવાસમાં થઈ રહેલાં કાર્યોની વિસ્તૃત માહિતી મેળવવા હેતુ આદેશ આપ્યો. તે વ્યક્તિ તરત જ શકટારના નિવાસસ્થાને પહોંચ્યો. સંજોગવશાત્ એ સમયે મહારાજને ભેટમાં આપવા માટેના છત્ર, ચામર, તલવાર અને નવા આવિષ્કાર કરેલાં શસ્ત્રાસ્ત્ર ભંડારમાં મુકાવવામાં આવી રહ્યાં હતાં. નંદની વિશ્વાસુ વ્યક્તિએ તરત જ નંદની પાસે જઈ એની આંખે જે પણ જોયું તે બધું જ નંદને જણાવ્યું. નંદ શકટારના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યો.
નિયત સમયે મહામાત્ય નંદની સેવામાં હાજર થયા અને એણે રાજાને પ્રણામ કર્યા. ઘણા પ્રયત્નો છતાં પણ નંદ એનો ક્રોધ છુપાવી ન શક્યો અને એણે વક્ર અને ક્રોધિત નજરોથી શકટાર તરફ જોતાં પોતાનું મોઢું ફેરવી લીધું.
પ્રાણ આપી પરિવારની રક્ષા
નંદની ખેંચાયેલી ભ્રમરો અને વક્ર દૃષ્ટિ જોઈ શકટાર સમજી ગયો કે એના વિરુદ્ધ કરવામાં આવેલું કોઈ ભયંકર ષડ્યુંત્ર સફળ થઈ ચૂક્યું છે. ઝડપથી પોતાના ઘરે પરત ફરી શકટારે શ્રીયકને કહ્યું : “વત્સ ! મહારાજ નંદને કોઈ ષડ્યુંત્રકારીએ વિશ્વાસ અપાવી દીધો છે કે હવે હું એમના પ્રત્યે વફાદાર રહ્યો નથી. આ સ્થિતિમાં કોઈ પણ સમયે આપણા સમસ્ત પરિવારનો સમૂળગો નાશ થઈ શકે છે. માટે આપણા કુળની રક્ષા માટે હું તને આદેશ આપું છું કે - ‘જે સમયે પ્રણામ કરવા રાજા નંદની સામે હું શીશ નમાવીશ, એ જ સમયે તું કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તારી તલવારથી મારું માથું કાપી ધડથી અલગ કરી નાખજે અને રાજા પ્રત્યે સ્વામીભક્તિ પ્રગટ કરીને કહેજે - ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૬૨૭૭