________________
છે. એવી સ્થિતિમાં વરાહમિહિરનો સમય નિશ્ચિત થઈ જવાથી ભદ્રબાહુનો સમય પણ સ્વતઃ જ નિશ્ચિત થઈ જાય છે.
વરાહમિહિર એમના ‘પંચસિદ્ધાંતિકા’ નામક ગ્રંથના અંતમાં લખેલ એક શ્લોકથી ગ્રંથ રચનાનો સમય શક સં. ૪૨૭ આપવામાં આવ્યો છે. એના આધારે વરાહમિહિરની સાથે-સાથે નૈમિત્તિક આચાર્ય ભદ્રબાહુનો સમય પણ શક સં. ૪૨૭(વી. સં. ૫૬૨ અને વી. નિ. સં. ૧૦૩૨)ની આસપાસનો નિશ્ચિત થઈ જાય છે.
આ વાતો ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવાથી એવો નિષ્કર્ષ નીકળે છે કે વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ સુધી આચાર્યપદ ઉપર રહેનારા શ્રુતકેવળી ભદ્રબાહુ અને વી. નિ. સં. ૧૦૩૨ની આસપાસ થયેલા મહાન પ્રભાવક નૈમિત્તિક ભદ્રબાહુના જીવનકાળને કાલાન્તરમાં એક બીજાની સાથે જોડીને પ્રથમ ભદ્રબાહુને જ સ્મૃતિપટલ ઉપર અંકિત કરી દીધા. દ્વિતીય ભદ્રબાહુને એકદમ ભૂલી ગયા. બે આચાર્યોના જીવનપરિચયના આ સંમિશ્રણના ફળસ્વરૂપ એવી ભ્રાંત ધારણાએ જન્મ લીધો કે ચતુર્દશ પૂર્વધર ભદ્રબાહુ જ નિર્યુક્તિકાર, ઉપસર્ગહર સ્તોત્રકાર અને ભદ્રબાહુ સંહિતાકાર હતા. આ પ્રકારના ભ્રમનું નિરાકરણ થઈ જવા પછી સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે કે ચતુદર્શ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ છેદસૂત્રકાર હતા અને નૈમિત્તિક ભદ્રબાહુ દ્વિતીય, નિર્યુક્તિઓ, ઉપસર્ગહર સ્તોત્ર અને ભદ્રબાહુ સંહિતાના રચયિતા (રચનાકાર) હતા. શ્રુતકેવળીકાળની ઐતિહાસિક ઘટનાઓ
પ્રમુખ રાજવંશઃ - વી. નિ. સં. ૬૦માં શિશુનાગવંશી રાજા ઉદાયી પછી નંદિવર્ધન પાટલીપુત્રના રાજસિંહાસન પર આરૂઢ થયા. નંદિવર્ધનથી લઈ અંતિમ નંદ ધનનંદ સુધી પાટલીપુત્રના રાજાઓને જૈન અને જૈનેતર સાહિત્યમાં ‘નવનંદો’ના નામથી અભિહિત કરવામાં આવ્યા છે.
જ્યારે શ્રુતકેવળીકાળ પ્રારંભ થયો એ સમયે પ્રથમ નંદને પાટલીપુત્રના શાસનની ધુરા સંભાળવાનાં ૪ વર્ષ વીતી ચૂક્યાં હતાં. એ ૯ નંદો માંથી કોનું-કોનું કેટલાં-કેટલાં વર્ષો સુધી શાસન રહ્યું, એ સંબંધમાં ‘દુષ્યમા શ્રમણસંઘ સ્તોત્ર'ની અવસૂરિમાં નિમ્નલિખિત રૂપથી વિવરણ આપવામાં આવ્યું છે.
૧૫૨ ૩૭
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)