________________
ઘસી નાખવાની વાત મુનિઓને કહી તો તેમણે કહ્યું કે - “દાંતોને ઘસી નાખવાથી હવે. આ બાળક કાલાન્તરમાં સમ્રાટ નહિ પણ સમ્રાટના સમાન (અન્ય વ્યક્તિને રાજા બનાવી એના માધ્યમથી રાજ્યસત્તાનું સંચાલન કરવાવાળો) થશે.” ચણીએ એના પુત્રનું નામ “ચાણક્ય” રાખ્યું.
સમય જતાં ઘણી તન્મયતાથી અધ્યયન કરતા રહીને કુશાગ્ર બુદ્ધિવાળા ચાણક્યએ વિવિધ પ્રકારની વિદ્યામાં પારંગતતા મેળવી. વિદ્વાન ચાણક્ય સંતોષને જ મોટું ધન સમજી શ્રાવકોનાં વ્રતનું સમ્યકરૂપે પાલન કરતો હતો.
ચાણક્યના યુવાન થતા તેના એક કુળવાન કન્યા સાથે લગ્ન થયાં. પોતાનાં માતા-પિતાના સ્વર્ગે સિધાવતાં ચાણક્યએ પોતાની નાની અમથી ગૃહસ્થીનું કાર્ય સંભાળ્યું. પણ સંતોષી હોવાના લીધે ક્યારેય ધનનો સંચય કરવા પર ધ્યાન ન આપ્યું. ચાણક્યની ભાર્યા એક દિવસ એના સહોદરના લગ્નપ્રસંગે પોતાના માતૃગૃહે (પિયર) ગઈ. ચાણક્યની બધી જ સાળીઓનાં સગપણ મહાસંપત્તિશાળી સંપન્ન ઘરોમાં થયાં હતાં, માટે તેઓ બધાં કીમતી ઘરેણાં અને વસ્ત્રોથી સજ્જ હતી. અને હંમેશાં દાસીગંણોથી ઘેરાયેલી રહેતી હતી. જ્યારે ચાણક્યની પત્ની પાસે આભૂષણના નામે કંઈ જ ન હતું. એ રાત-દિવસ એની જૂની સાડી અને કંચૂકી પહેરી રાખતી હતી. એની એ દીન અવસ્થા જોઈ એની બહેનો તથા અન્ય હાજર સ્ત્રીઓએ વિવિધ વ્યંગથી એની હાંસી ઉડાવી. આ વાત જ્યારે ચાણક્યને ખબર પડી તો એણે ધન પ્રાપ્ત કરવાનો દઢ સંકલ્પ કર્યો. એને એ ખબર હતી કે મગધપતિ નંદ બ્રાહ્મણોને દક્ષિણા સ્વરૂપે પર્યાપ્ત-માત્રામાં ધન આપે છે, માટે એ ધન મેળવવાની કામના લઈ પાટલીપુત્ર પહોંચ્યો અને બધાથી આગળ રાખેલ એક ઉચ્ચ આસન પર બેસી ગયો અને અન્ય આસનો ઉપર દંડ, જયમાળા આદિ સાધનો મૂકી દીધાં. ખરેખર તો તે જે આસન પર બેઠેલો, ત્યાં તો નંદ હંમેશાં બેસીને દક્ષિણાઓ આપ્યા કરતો હતો; એટલે નંદ-પુત્રના કહેવાથી દાસીએ ચાણક્યને તેના પરથી ઊઠી બીજા આસન પર બેસવા કહ્યું. એનાથી ચાણક્યને અપમાન જેવું લાગ્યું. તે ઊક્યો નહિ, માટે દાસીએ પથ્થર વડે પ્રહાર કરી ચાણક્યને એ આસન પરથી ઉઠાડી દીધો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9696969696969696969699 ૧૮૩ |