________________
દાસી દ્વારા થયેલા આ અપમાનથી ક્રોધિત થઈ એણે હાજર વિશાળ જનસમૂહની સામે દૃઢ અને અત્યંત ઉચ્ચ સ્વરમાં પ્રતિજ્ઞા કરી : “હું આ નંદનો, એના સૈન્ય, પુત્ર, મિત્ર અને કોષની સાથે સર્વનાશ કરીને જ વિરામ લઈશ.”
આવી પ્રતિજ્ઞા બાદ ભ્રમરો તંગ કરીને લાલ-લાલ આંખો વડે નંદની તરફ દૃષ્ટિ કરતા ક્રોધથી ધ્રૂજતો ચાણક્ય મહેલમાંથી નીકળી નગરની બહાર જતો રહ્યો. ચાણક્યને એનાં માતા-પિતા પાસે સાંભળેલી સ્થવિરોની એ ભવિષ્યવાણીનું સ્મરણ થયું. જેમાં એમણે કહ્યું હતું કે - ‘આગળ જતા આ સમ્રાટ નહિ, પણ સમ્રાટ સમાન પ્રભાવશાળી બનશે.' નિઃસ્પૃહ શ્રમણનું કથન ક્યારેય અસત્ય નથી હોતું.’ એવું વિચારી ચાણક્યએ રાજા બનવાપાત્ર કોઈ વ્યક્તિને શોધી એના માધ્યમથી નંદ, એના વંશ અને રાજ્યનો નાશ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો.
ચંદ્રગુપ્તનો પરિચય
એકાદ સુપાત્ર વ્યક્તિની શોધમાં સંન્યાસીનો ભેખ ધરી ભટકતાભટકતા ચાણક્ય એક દિવસ એવા ગામમાં ભિક્ષા માટે ગયો, જ્યાં રાજા નંદના મોરોની જાળવણી તેમજ રખેવાળી કરવાવાળા લોકો વસતા હતા. મયૂરપોષકોના પ્રમુખે પરિવ્રાજક વેશમાં ચાણક્યને જોઈને કહ્યું : “મહાત્મન ! મારી પુત્રીને ચંદ્રપાનનું એક ઘણું જ અદ્ભુત વિસ્મયકારક દોહદ (ઇચ્છા) થયું છે. આ અશક્ય કાર્યને કેવી રીતે શક્ય બનાવી શકાય છે ? ગર્ભવતી સ્ત્રીની ઇચ્છા પૂરી ન થવાની હાલતમાં ગર્ભસ્થ બાળકની સાથે-સાથે મારી પુત્રીનો જીવ જોખમમાં મુકાય શકે છે. આ ચિંતા મને રાત-દિવસ કોરી ખાય છે. જો તમે આ અદ્ભુત દોહદને તૃપ્ત કરવા માટે કોઈ ઉપાય કરશો તો અમારા પર તમારો ઘણો મોટો ઉપકાર થશે.”
વિદ્વાન ચાણક્યને સમજતા વાર ન લાગી કે જે સુપાત્રની શોધમાં તે પરિશ્રમ કરી રહ્યો છે, તે પાત્ર મયૂરપોષક(પાલક)ની પુત્રીના કૂખમાં છે. ચાણક્યે એમને કહ્યું : “ગર્ભમાં રહેલા બાળકને મોટા થયા પછી જો તમે મને આપવાનું વચન આપો તો હું.તમારી પુત્રીનાં દોહદને પૂર્ણ કરી શકું છું.'
99
૧૮૪
છેલ્લે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)