________________
વજ મુનિને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા અને એમના વિશુદ્ધ શ્રમણાચાર માટે એમની ખૂબ-ખૂબ પ્રશંસા કરતા પોતાના સ્થાને પરત ફર્યા.
કાલાન્તરમાં એ જ જંભક દેવોએ એક વખત ફરી વજે મુનિની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. એક દિવસ ગ્રીષ્મકાલીન (ઉનાળા) બપોરની કાળઝાળ ગરમીમાં વજ મુનિ ભિક્ષાટન કરી રહ્યા હતા. પરીક્ષા માટેની યોગ્ય તક મળેલી જોઈ જૂભક દેવોએ પોતાની વૈક્રિયશક્તિ વડે સદ્ગસ્થોનું રૂપ ધરી દેવામાયાથી રચેલા પોતાના ઘરમાંથી વજ મુનિને ભિક્ષા સ્વીકારવાની પ્રાર્થના કરી. વ્રજ મુનિ ભિક્ષા માટે ઘરમાં દાખલ થયા. ગૃહસ્થરૂપ ધરેલા જંભકોએ મીઠાઈ- (સૂતરફેણી)થી ભરેલી થાળી મુનિની સામે ધરતા, એને ગ્રહણ કરવાની વિનંતી કરી. શરદઋતુમાં બનાવવામાં આવતા મિષ્ઠાન્નને મધ્યગ્રીષ્મ ઋતુમાં જોઈ વજમુનિએ આપવામાં આવેલ વસ્તુ, આપનાર દાતા વગેરે સંબંધમાં બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને એ ભિક્ષાને દેવપિંડ બતાવતા અસ્વીકાર , કર્યો. વજ મુનિની વિશુદ્ધ આચારનિષ્ઠા અને ભિક્ષાત્રની પૂર્ણ જાણકારીથી પ્રસન્ન થઈ એમણે વજ મુનિને આકાશગામિની વિદ્યા પ્રદાન કરી. “આવશ્યક નિર્યુક્તિ'માં મહાપરિજ્ઞા અધ્યયન વડે પણ આર્ય વર્જએ આકાશગામિની વિદ્યા મેળવેલી બતાવવામાં આવેલી છે. - આર્ય વજ નાનપણથી જ ઘણા જ્ઞાનરસિયા અને સેવાભાવવાળા હતા. તેમણે ટૂંક સમયમાં જ પોતાના શમ, દમ, વિનય અને ગુણ ધારણ કરવાની વૃત્તિ આદિ અનુપમ ગુણોના લીધે ગુરુદેવ અને અન્ય બધા જ શ્રમણોના પ્રેમપાત્ર બની ગયા. ગુરુદેવ પાસે એમણે અંગશાસ્ત્રના જ્ઞાનને સંપન્ન કરી એમાંના ગૂઢ રહસ્યોને હૃદયંગમ કર્યા.
(આર્ય વજની પ્રતિભા અને વિનયશીલતા) ઉપર વર્ણવેલી ઘટનાના બીજા જ દિવસે જ્યારે આર્ય સિંહગિરિ શૌચત્યાગ માટે જંગલ તરફ અને અન્ય સાધુ ગોચરી તેમજ બીજાં આવશ્યક કાર્યો માટે ઉપાશ્રયની બહાર ગયેલા હતા, એ વખતે એકાંત પામી વજ મુનિના મનમાં બાળસુલભ ચંચળતા જાગી. એમણે બધા સાધુઓના વિંટનો (વસ્ત્રો)ને ગોળાકારમાં ગોઠવી વર્તુળ બનાવી એની વચ્ચે બેસીને વારાફરતી અંગ અને પૂર્વોની વાચનઃ આપવા લાગ્યા. ૨૨ 96969696969696969696) જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૨)