________________
‘ભગવતી સૂત્ર’ના ઉપર વર્ણિત ઉલ્લેખાનુસાર ભગવાન મહાવીરની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમનો અનેક ભવોનો સંબંધ હોવાનું પ્રમાણિત થાય છે. પરંતુ ભ. મહાવીરના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનું એમના સારથીના રૂપમાં એમની સાથે હોવાના અતિરિક્ત અન્ય કોઈ ભવના શ્વેતાંબર સાહિત્યમાં કોઈ પરિચય ઉપલબ્ધ નથી થતો.
પ્રથમ પટ્ટધર વિષયક બંને પરંપરાઓની માન્યતા
શ્વેતાંબર પરંપરાની માન્યતાનુસાર ભ. મહાવીરના પ્રથમ પટ્ટધર આર્ય સુધર્મા સ્વામી બન્યા. યદ્યપિ દિગંબર પરંપરાના પ્રાયઃ બધા માન્ય ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે - ‘ભ. મહાવીરના નિર્વાણ પશ્ચાત્ ઇન્દ્રભૂતિ ગૌતમ જ ભ. મહાવીરના પ્રથમ પટ્ટધર આચાર્ય બન્યા,’ પરંતુ દિગંબર પરંપરાના એક સૌથી પ્રાચીન ગ્રંથ બ્લોક વિભાગ'માં શ્વેતાંબર માન્યતાની જ જેમ એ વાતનો સંકેત ઉપલબ્ધ થાય છે કે - ‘ભગવાનના નિર્વાણ પશ્ચાત્ એમના પ્રથમ પટ્ટધર આર્ય સુધર્મા બન્યા, નહિ કે ઇન્દ્રભૂતિ ગૌતમ.' ઇન્દ્રભૂતિની નિર્વાણ સાધના
જ
૫૦ વર્ષની વયે ઇન્દ્રભૂતિ ગૌતમે ભ. મહાવીર પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના પ્રથમ દિવસે જ તેઓ ચતુર્દશ પૂર્વોના જ્ઞાતા બની ગયા. તેઓ નિરંતર ૩૦ વર્ષ સુધી વિનયભાવથી ભગવાનની સેવા કરતા-કરતા ગ્રામાનુગ્રામ વિચરણ કરી જિનશાસનની પ્રભાવના કરતા રહ્યા. એમના દ્વારા દીક્ષા ગ્રહણ કરવાના ૩૦ વર્ષ પછી જ્યારે પાવાપુરીમાં કારતક કૃષ્ણ અમાવસ્યાએ ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે આત્મસ્વરૂપનું ચિંતન કરતા-કરતા એમણે ઘાતીકોઁ(પાપકર્મ)નો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. એમણે ૧૨ વર્ષ સુધી કેવળીપર્યાયમાં પૃથ્વી મંડળ ઉપર વિચરણ કરતા-કરતા અનેકાનેક ભવ્યાત્માઓને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ ઉપર અગ્રેસર કર્યા.
વી. નિ. સં.૧૨ના અંતમાં એમણે એમનો અવસાનકાળ નિકટ જાણી રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં સંલેખના સંથારો સ્વીકાર્યો. એક મહિનાની અનશન આરાધના પછી સમાધિપૂર્વક કાળ કરીને તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ ગયા. એમની પૂર્ણ આયુ ૯૨ વર્ષની હતી. એમનું મંગળ નામસ્મરણ આજે પણ જન-જનના હૃદયને આહ્લાદિત અને આનંદિત કરે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૭૭૭ ૫૧