________________
(તપોજન્ય શક્તિ)ને ગુપ્ત રાખવાવાળા, નામ અપેક્ષાથી ચતુર્દશ પૂર્વધારી અને ચાર જ્ઞાનના ધારક હતા. તેઓ સર્વાધાર સન્નિપાત જેવી લબ્ધિઓના ધારક હતા અને મહાન તેજસ્વી હતા. તે મહાવીર ભગવાનથી ન અતિદૂર ન અતિસમીપ, ઊર્ધ્વજાનુ અને અધોશિર થઈને બેસતા હતા. બધી બાજુથી અવરૂદ્ધ પોતાના ધ્યાનને માત્ર પ્રભુના ચરણાવિંદમાં કેન્દ્રિત કરેલા સંયમ અને તપથી પોતાની આત્માને ભાવિત કરીને વિચરતા હતા. તેઓ અતિશય જ્ઞાની હોવા છતાં પણ પરમ ગુરુભક્ત અને આદર્શ શિષ્ય હતા.
“ઉપાસકદશા સૂત્ર અનુસાર તેઓ છટ્ટ-છઠ્ઠ તપના નિરંતર પારણા કરવાવાળા હતા. એમનો વિનય એટલો ઉચ્ચ કોટિનો હતો કે જ્યારે પણ એમણે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તેઓ તત્પરતાથી ઊઠીને ભગવાન મહાવીરની પાસે જતા અને ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરી પ્રણામ કરતા, ત્યાર પછી મર્યાદિત ક્ષેત્રમાં એમની સન્મુખ બેસી સેવા કરતા, વિનયથી પ્રાંજલિયુકત ભગવાનને પૂછતા. સંક્ષેપમાં કહેવામાં આવે તો તેઓ “જાઈસંપન્ન, કુળસંપન્ન, બળસંપન્ન, વિનયસંપન્ને, ભાણસંપન્ન, દંસણસંપન્ન, ચારિત્તસંપન્ન, ઓયંસી, તેયંસી, જસંસી' આદિ સંસારના સમસ્ત સર્વોચ્ચ કોટિના ગુણોના અક્ષય ભંડાર હતા.
(પૂર્વભવમાં ઇન્દ્રભૂતિ ગૌતમ) શ્વેતાંબર સાહિત્યમાં આગમકાર એટલું તો સ્પષ્ટ ઉલ્લેખ છે કે - ભગવાન મહાવીર અને ગૌતમનો પહેલાં અનેક ભવોમાં પ્રેમસંબંધ રહ્યો હતો.” “ભગવતી સૂત્ર'માં આ પ્રકારનો ઉલ્લેખ આવે છે કે - શ્રમણ ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિને કહ્યું:
ગૌતમ ! તારો અને મારો અનેક ભવોમાં સંબંધ રહ્યો છે. તું ચિરકાળથી મારી સાથે સ્નેહસૂત્રથી બંધાયેલો છે. તું ચિરકાળથી પ્રશંસિત, પરિચિત, સેવિત અને મારો અનુવર્તી રહ્યો છે. ક્યારેક દેવભવમાં તો ક્યારેક મનુષ્યભવમાં મારી સાથે રહ્યો છે. એટલું જ નહિ, હવે અહીંથી મરણાન્તર આપણે બંને પરસ્પર તુલ્ય રૂપવાળા, ભેદરહિત, ક્યારેય વિખૂટા ન પડવાવાળા અને સદા એકસાથે રહેવાવાળા સંગીસાથી બની જઈશું.” ૫૦ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)