________________
વસ્તુ પ્રવ્રજ્યાને ગ્રહણ કરીને અનંત, શાશ્વત સુખસ્વરૂપ પરમપદ મોક્ષને પ્રાપ્ત કરવા માંગુ છું. અતઃ આપ મને પ્રવ્રજિત થવાની આજ્ઞા પ્રદાન કરી પરમપદ પ્રાપ્ત કરવાના મારા લક્ષ્યમાં સહાયક બનો.” - જખૂકુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી તથ્યપૂર્ણ યુક્તિઓથી શ્રેષ્ઠી દંપતીને વિશ્વાસ થઈ ગયો કે હવે જખૂકુમાર કોઈ પણ દશામાં ગૃહસ્થાશ્રમમાં રહેવાનો નથી. છતાં પણ એમણે અત્યાધિક સ્નેહને લીધે જખૂકુમારને હજી થોડા દિવસ ગૃહવાસમાં રહેવાનો અનુરોધ કરતા કહ્યું : પુત્ર ! આ વખતે તો તું પ્રવ્રજિત થવાનો વિચાર ત્યાગી દે. હા, જ્યારે વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરતા-કરતા સુધર્મા સ્વામી પુનઃ અહીં પધારશે ત્યારે તું એમની પાસે દીક્ષિત થઈ જજે.” - -
જબૂકુમાર: “તાતુ-માત જો હું હમણાં જ પ્રવ્રજિત થઈ જાઉં તો નિશ્ચિતરૂપથી મારા લક્ષ્યની પ્રાપ્તિમાં સિદ્ધ થઈ શકીશ. કાળનો શું ભરોસો ? અતઃ મારા હિતને ધ્યાનમાં રાખીને આપ મને હમણાં જ પ્રવ્રજિત થવાની આજ્ઞા પ્રદાન કરો.”
શ્રેષ્ઠીવર ઋષભદત્તે પુનઃ ઘણા મમતાભર્યા સ્વરમાં કહ્યું : “વત્સ તને દરેક પ્રકારનાં સુખોપભોગ, અનન્યત્તમ સાધન તારા પ્રબળ પુણ્યનાં પ્રતાપથી સહજ પ્રાપ્ત છે. અતઃ યથેક્ષિપ્ત વિષય સુખો અને વિવિધ ભોગપભોગોનો મન ભરીને આનંદ લીધા પછી તું દીક્ષિત થઈ જજે.”
જબૂકુમાર : “અમ્બ-તાત્ ! હમણાં તો મને બાળભાવના કારણે માત્ર ભોજ્ય પદાર્થોની જ અભિલાષા રહે છે. હમણાં રસનેન્દ્રિયના આસ્વાદ - સુખથી હું પ્રતિબદ્ધ છું. જેને હું હમણાં ઘણી સરળતાથી છોડી શકું છું. પરંતુ જો હું પાંચેય ઇન્દ્રિયોના વિષયસુખોમાં આસક્ત થઈ ગયો તેં અનંત ભવ-ભ્રમણના વમળમાં ફસાઈને અનંત દુઃખોનો ધણી બની જઈશ. અમ્બ-તાતુ ! હું ભવ-ભ્રમણની વિભિષિકાના ભયથી આક્રાંત છું. કૃપા કરી મને પ્રવૃજિત થવાની આજ્ઞા પ્રદાન કરો.”
જબૂ દ્વારા કહેવામાં આવેલી ઉપરોક્ત વાતો સાંભળી માતા ધારિણી આ ભયથી અધીર થઈ ઊઠી કે હવે તો એનો પુત્ર નિશ્ચિતરૂપે પ્રવ્રજિત થઈ જશે. એણે દારુણ રુદન કરતા કહ્યું : “પુત્ર ! હું ચિરકાળથી મારા હૃદયમાં એવી આશા સંજોવી બેઠી છું કે એકવાર વરના વેશમાં હું તારું મુખ-કમળ જોઉં. જો તુ મારા ચિર અભિલષિત આ મનોરથને પૂર્ણ કરી દે તો હું પણ તારી જ સાથે દીક્ષા ગ્રહણ કરી લઈશ.”
જમ્બુકમાર : “અમ્બ ! જો તમારી આવી જ ઇચ્છા હોય તો હું એની આપૂર્તિ કરવા તૈયાર છું. પરંતુ એની સાથે એક શરત છે કે તમારા [ ૮૬ 99999999999થ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)