________________
યાય ભદ્રબાહ
ભ. મહાવીરના સાતમા પટ્ટધર આચાર્ય ભદ્રબાહુ સ્વામી થયા. એમનો જન્મ પ્રતિષ્ઠાનપુરના બ્રાહ્મણ પરિવારમાં વી. નિ. સં. ૯૪માં થયો. ૪૫ વર્ષના ગૃહસ્થાશ્રમમાં રહેવા પછી ભદ્રબાહુએ વિ. નિ. સં. ૧૩૯માં ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર આચાર્ય યશોભદ્ર સ્વામીની પાસે નિગ્રંથ શ્રમણદીક્ષા ગ્રહણ કરી. પોતાના મહાન યશસ્વી ગુરુ યશોભદ્રની સેવામાં રહીને એમણે ઘણી લગનની સાથે સંપૂર્ણ દ્વાદશાંગીનું અધ્યયન કર્યું અને શ્રુતકેવળી બની ગયા. વી. નિ. સં. ૧૪૮માં આચાર્ય યશોભદ્ર સ્વામીના સ્વર્ગગમન સમયે શ્રી સંભૂતિવિજયની સાથે-સાથે એમને પણ આચાર્યપદ પર નિયુક્ત કર્યા. વિ. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ સુધી પોતાના મોટા ગુરુભાઈ આચાર્ય સંભૂતિવિજયના આચાર્યકાળમાં એમણે શિક્ષાર્થી શ્રમણોને શ્રુતશાસ્ત્રનું અધ્યાપન કરાવવાની સાથે-સાથે ભ. મહાવીરના શાસનની મહત્ત્વપૂર્ણ સેવા કરી. ( ભ. મહાવીરના છઠ્ઠા પટ્ટધર આચાર્ય સંભૂતવિજયના સ્વર્ગગમન પછી એમણે વી. નિ. સં. ૧૫૬માં સંઘના સંચાલનની જવાબદારી પૂર્ણરૂપે પોતાના હાથમાં લીધી. આચાર્ય ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર અને નિશીથ - આ ચાર વેદ સૂત્રોની રચના કરી મુમુક્ષુ સાધકો ઉપર મહાન ઉપકાર કર્યો.
અનેક પશ્ચાદ્વર્તી આચાર્યોએ આ અંતિમ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુને (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) આવશ્યક (૪) દશવૈકાલિક (૫) ઉત્તરાધ્યયન (૬) દશાશ્રુતસ્કંધ (૭) કલ્પ (૮) વ્યવહાર (૯) સૂર્યપ્રાપ્તિ અને (૧૦) ઋષિ ભાષિત - આ દશ સૂત્રોના નિયુકિતકાર, મહાન નૈમિતિક અને ઉપસર્ગહર સ્તોત્ર, ભદ્રબાહુ સંહિતા તથા સવા લાખ પદવાળા “વસુદેવ ચરિત્ર” નામક ગ્રંથના કર્તા પણ માન્યા છે. આ સંબંધમાં આગળ યથાસ્થાન પ્રમાણ પુરસ્સર વિચાર કરવામાં આવશે. આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ આર્ય સ્થૂળભદ્ર જેવા યોગ્ય શ્રમણશ્રેષ્ઠને બે વસ્તુ ઓછી દશ પૂર્વોનું સાથે સંપૂર્ણ જ્ઞાન અને અંતિમ ચાર પૂર્વોનું મૂળ રૂપે વાંચન આપી પૂર્વ-જ્ઞાનને નષ્ટ થવાથી બચાવ્યા. - આચાર્ય ભદ્રબાહુ એમના સમયમાં ઘોર તપસ્વી, મહાન ધર્મોપદેશક, સકળ શ્રુત શાસ્ત્રના પારગામી અને ઉભટ વિદ્વાન હોવાની સાથે-સાથે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2િ696969696969696969699 ૧૩૯