________________
મધ્યલોક - આ પ્રમાણે ત્રણ હોય છે. માટે એમ કહેવું ઉચિત નથી કે રાશિઓ બે જ હોય છે.”
રોહગુપ્તનો જોરદાર તર્ક સાંભળી પરિવ્રાજક બિસિયાણો પડી ગયો અને તે પોતાની વિદ્યાના જોરે રોહગુપ્તને જીતવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરિવ્રાજકે ક્રમશઃ વૃશ્ચિકી, સર્પિકી, મૂષિકી, કાકી અને મૃગી વિદ્યાઓનો રોહગુપ્ત ઉપર પ્રયોગ કર્યો. રોહગુપ્ત મયૂરી, નકુલી, માર્જરી, વ્યાઘી અને ઉલૂકી વિદ્યાઓ વડે પરિવ્રાજકની એ બધી વિદ્યાઓને પ્રભાવહીન બનાવી દીધી.
વિદ્યાબળના પ્રયોગમાં પણ રોહગુપ્તથી પરાજિત થઈ જતા પરિવ્રાજક બોખલાઈ ગયો. એણે છેલ્લે પોતાના આખરી શસ્ત્રના રૂપમાં સુરક્ષિત ગર્દભી વિદ્યાનો રોહગુપ્ત ઉપર પ્રયોગ કર્યો. રોહગુપ્ત પાસે એને કાપનારી કોઈ વિદ્યા ન હોવાથી, એણે ગુરુ પાસેથી મેળવેલ રજોહરણના માધ્યમથી ગર્દભી વિદ્યાને પ્રભાવહીન કરી પરિવ્રાજકને હરાવી દીધો. રાજા અને સભ્યો દ્વારા રોહગુપ્તને વિજેતા અને પરિવ્રાજકને પરાસ્ત ઘોષિત કરવામાં આવ્યો.
આમ વિજેતા રોહગુપ્ત પોતાના ગુરુની સેવામાં પાછો ફર્યો અને એણે આખી ઘટના અક્ષરશઃ એમને જણાવી.
ત્રણ રાશિઓના નિરૂપણની વાત સાંભળી આચાર્ય શ્રીગુખે કહ્યું : “વત્સ ! વધારાનું સૂત્ર નિરૂપીને વિજય મેળવવો યોગ્ય નથી. સભામાંથી ઊઠતા જ તારે આનું સ્પષ્ટીકરણ કરી દેવું જોઈતું હતું કે આપણા સિદ્ધાંતમાં ત્રણ રાશિઓ નથી. મેં તો ફક્ત વાદીની બુદ્ધિને પરાભૂત કરવા માટે જ ત્રણ રાશિઓ પ્રયોજી છે. ખરેખર તો બે જ રાશિઓ છે. જીવરાશિ અને અજીવરાશિ. હજી પણ સમય છે, તું તરત જ રાજસભામાં જઈ સત્યવ્રતની રક્ષા માટે સ્પષ્ટીકરણની સાથે યથાર્થ સ્થિતિ જણાદી દે.”
પરંતુ રોહગુખે ગુરુની આજ્ઞા વણસાંભળી કરી. તે મૌન ધારણ કરી પોતાની જગ્યાએ બેસી રહ્યો. આચાર્યશ્રી એ રાજ્યસભામાં જવા માટે વારંવાર દબાણ કર્યું, તો રોહગુપ્ત એમની સામે વાદ કરવા ઊભો થઈ ગયો. એણે એની વાત સાચી કરાવવાનો પ્રયત્ન કર્યો. ૨૫૨ 969696969696999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)