________________
સા.
અને સપ્રમાણ પ્રર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથના કેવળીકાળ શીર્ષકાન્તર્ગત પ્રકરણમાં આ વિષય ઉપર વિસ્તારપૂર્વક જે વિવેચન કરવામાં આવ્યું છે, એનો સારાંશ આ પ્રકારે છે :
(૧) સર્વજ્ઞ પ્રભુ મહાવીરે તીર્થપ્રવર્તન-કાળમાં જ પોતાના ૧૧ પ્રમુખ શિષ્યોને ગણધરપદ પ્રદાન કરતી વખતે આર્ય સુધર્માને દીર્ઘજીવી જાણીને હું તને ધુરીના સ્થાને રાખી ગણની અનુજ્ઞા આપું છું.” એમ કહીને એક પ્રકારે પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધા હતા.
. (૨) પ્રભુના નિર્વાણના થોડા સમય પછી એ જ નિર્વાણ રાત્રિમાં ઇન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ ગઈ હતી. જેને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ ચૂકી હોય છે, તે વ્યક્તિને કોઈનો ઉત્તરાધિકારી નથી બનાવી શકાતો. .
આ તથ્યોને નજર સમક્ષ રાખતા તીર્થેશ્વર ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ વ્યુત પરંપરાને પંચમ આરકની સમાપ્તિ સુધી અવિચ્છિન્ન અને અક્ષણ (અખંડ) બનાવી રાખવા માટે કેવળી ગૌતમને ભગવાનના પ્રથમ પટ્ટધર ન માનતા ચતુર્દશ પૂર્વધર અને મન:પર્યવજ્ઞાની સુધર્માને માનવામાં આવ્યા.
આર્ય સુધર્માના પ્રકરણમાં “વર્તમાન દ્વાદશાંગીના રચનાકાર ઇત્યાદિ ઉપશીર્ષકોની અંતર્ગત દ્વાદશાંગી વિષયક સમગ્ર પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રકરણમાં દ્વાદશાંગીની રચના વિષયક જે માન્યતાભેદ બંને (શ્વેતાંબર અને દિગંબર) પરંપરાઓમાં જોવા મળે છે, એના ઉપર પણ યથાશક્ય વિશદ પ્રકાશ નાખવામાં આવ્યો છે.
શ્વેતાંબર પરંપરાના માન્ય ગ્રંથોના એક મતથી નિર્વિવાદ રૂપે આ ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે કે ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભૂતિ ૧૧ ગણધર પોત-પોતાના સંદેહનું પ્રભુ પાસે સમાધાન મેળવી એક જ દિવસે ભગવાન પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થયા. એ જ દિવસે સર્વજ્ઞ પ્રભુ પાસેથી ત્રિપદીનું જ્ઞાન અને ગણધરપદ પ્રાપ્ત કરવાથી એ બધાને પ્રભુની વાણીના આધારે સર્વપ્રથમ ચતુર્દશ પૂર્વે અને તદન્તર શેષ દૃષ્ટિવાદ સહિત એકાદશાંગીનું પ્રથક્કતઃ ગ્રંથ-ગુંફન કર્યું. તીર્થકર મહાવીરની વાણીના આધાર ઉપર આ ૧૧ ગણધરો દ્વારા સ્વતંત્રરૂપે ગ્રથિત દ્વાદશાંગીમાં અર્થાત્ સમાનતા રહેવા છતાં પણ વાચનાભેદ રહ્યો છે. ૨૬ દિB૬૬૩૬૬૩૬૩૬૩ ૬૩૬૩૬૩૬૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)