________________
કરતા રહ્યા. ૧૨ વર્ષના દુષ્કાળના અંતિમ દિવસોમાં જ્યારે વિહારક્રમથી અનેક ક્ષેત્રોમાં વિચરણ કરતા-કરતા આર્ય વજસેન સોપારક નગરમાં આવ્યા ત્યારે ત્યાંના શ્રેષ્ઠી જિનદત્ત અને શ્રેષ્ઠી પત્ની ઈશ્વરીએ પોતાના ચારેય પુત્રોની સાથે વી. નિ. સં. પ૯રમાં આર્ય વજસેન પાસે શ્રમણદીક્ષા લીધી.
શ્વેતાબંર પરંપરાની માન્યતા પ્રમાણે વજસેનના સમયમાં વિ. નિ. સં. ૬૦૯માં આચાર્ય કૃષ્ણના શિષ્ય શિવભૂતિથી દિગંબર મતનો પ્રાદુર્ભાવ થયો.
વી. નિ. સં. ૬૧૭માં દુબલિકા પુષ્યમિત્રના સ્વર્ગવાસ પછી, આર્ય વજસેન યુગપ્રધાનચાર્યપદ પર નિમાયાં. ત્રણ વર્ષ સુધી વ્યવસ્થિત રીતે જિનશાસનની સેવા કર્યા પછી વી. નિ. સં. ૬૨૦માં ૧૨૮ વર્ષની સુદીર્ઘ વયે સ્વર્ગગમન કર્યું.
(ગણાચાર્ય આર્ય ચંદ્ર) આર્ય વજના સ્વર્ગગમન પછી આર્ય વજસેન એક વખત વિહારક્રમથી સોપારક નગરમાં ગયા. ત્યાં સ©ડ-ગોત્રીય શ્રેષ્ઠી જિનદત્ત પોતાની પત્ની ઈશ્વરી અને પરિવાર સાથે રહેતો હતો. સંજોગવશાતુ. આર્ય વજસેન ભિક્ષાટન કરતા-કરતા શ્રેષ્ઠી જિનદત્તના ઘરે ગયા. એ વખતે દુકાળનો પ્રકોપ એની ચરમસીમા પર હતો. સાધનોનો સર્વત્ર પૂર્ણ અભાવ હતો. અગણિત સંપદા હોવા છતા પણ અનાજના અભાવમાં તરસી-તરસીને પોતાના કુટુંબની મરવાની કલ્પનાથી જિનદત્ત કંપી ઊઠ્યો. પોતાની પત્ની સાથે પરામર્શ કર્યા પછી એણે એવું નક્કી કર્યું કે - “આમ ભૂખથી તરફડીને મરવા કરતા સહકુટુંબ ઝેરીલું ભોજન આરોગીને એક જ ઝાટકે જીવનલીલા સંકેલી લેવી.” ઝેર ભેળવવા માટે એક વખતની ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવી પણ ઘણી મુશ્કેલ હતી. શ્રેષ્ઠી જિનદત્તે એક લાખ રૂપિયા ખર્ચીને જેમ-તેમ કરીને એક વખતની ભોજન-સામગ્રી ભેગી કરી.
જે વખતે આર્ય વજસેન શ્રેષ્ઠી જિનદત્તના ઘરે ભિક્ષા માટે પહોંચ્યા, તે વખતે શ્રેષ્ઠીપત્ની ભોજનમાં ઝેર ભેળવવાની તૈયારી કરી રહી હતી. લાખ રૂપિયાના ભોજનમાં એ ગૃહિણીને ઝેર નાંખતા જોઈ આર્ય વજસેનને આર્ય વજે કહેલા ભવિષ્યકથનનું સ્મરણ થઈ ગયું. ૨૯૮ [9636969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)