________________
પ્રતિભાશાળી સમજીને આર્ય સુહસ્તીને કાળાન્તરમાં આચાર્યપદ સોંપવાનો એમને આદેશ આપ્યો હોય.
આ બંને આચાર્યોના આચાર્યકાળમાં જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર ભારતવર્ષના દૂર-સુદૂરનાં ક્ષેત્રોમાં થયો. અવંતી પ્રદેશ પણ જૈન પરંપરાનું એક સુદૃઢ કેન્દ્ર એમના સમયમાં જ બન્યું.
આર્ય મહાગિરિની વિશિષ્ટ સાધના
આર્ય મહાગિરિએ એમના અનેક શિષ્યોને આગમોની વાચનાઓ આપી એમને એકાદશાંગીના દક્ષ વિદ્વાન બનાવ્યા. ત્યાર બાદ એમણે એમનો ગચ્છ-સંઘ પણ આર્ય સુહસ્તીને સોંપી દીધો અને ગચ્છની નિશ્રામાં રહી ઉત્કૃષ્ટ જિનકલ્પના શ્રમણાચારનું પાલન કરવું શરૂ કર્યું. જિનકલ્પી આચાર ધારણ કર્યા પછી પણ ગચ્છાવાસ છોડ્યું નહિ. એમનું વિચરણ તો આર્ય સુહસ્તી અને પોતાના શ્રમણોની સાથે જ થતું હતું, પણ તેઓ ભિક્ષા માટે એકલા જ જતા હતા અને નિર્જન એકાંત સ્થળે એકલા જ ધ્યાનસ્થ રહેતા. એમણે એ ઘોર (ભીષણ) અભિગ્રહ લીધો હતો કે - જે સૂકું-પાકું બચેલું અન્ન ગૃહસ્થો દ્વારા બહાર ફેંકવા જેવું હશે, ભિક્ષામાં એ જ અન્નને સ્વીકારશે.’
તત્કાલીન શ્રમણસંઘમાં આર્ય મહાગિરિનું પદ સર્વોચ્ચ શિખરે માનવામાં આવેલું છે. તેઓ પૂર્વજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસુ હોવાની સાથે-સાથે વિશુદ્ધ શ્રમણાચારના પણ પ્રબળ સમર્થક હતા. એમને આહાર-વિહાર અને સંયમમાં લેશમાત્ર પણ ઢીલાશ સહન થતી ન હતી.
આ રીતે ઉત્કૃષ્ટ જિનકલ્પ પ્રમાણે સાધુચર્યાનું પાલન કરતા રહીને આર્યમહાગિરિએ અનેક વર્ષો સુધી ઘણી ઉગ્ર તપસ્યાઓ કરીને એમના સમયના ઉચ્ચકોટિના શ્રમણજીવનનું માપદંડ સ્થાપિત કર્યું. તેઓ એમના સમયના અદ્વિતીય ચારિત્રનિષ્ઠ અને ઉચ્ચ કોટિના શ્રમણશ્રેષ્ઠ હતા. આખરમાં એલકચ્છ(દશાર્ણપુર)ની પાસે ગજાગ્રપદ નામના સ્થળે ગયા અને ત્યાં એમણે અનશન કરી વી. નિ. સં. ૨૪૫ માં ૧૦૦ વર્ષનો જીવનકાળ પૂર્ણ કરી સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું.
૧૯૪ ૭૭
ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)