________________
આમ રાજાઓ જેવો વ્યવહાર જોઈ અને સાથે-સાથે રમતાં બાળકોની વાતચીત સાંભળીએ જાણી ગયો કે આ એ જ બાળક છે, જેની માતાના દોહકને ચંદ્રપાન કરાવીને એણે પૂરું કર્યું હતું.
ચાણક્ય ચંદ્રગુપ્તના માથા અને મોઢા પર લાડેથી હાથ ફેરવતા પોતાની ઓળખ આપી અને કહ્યું : “મારી સાથે ચાલ, હું તને રાજા બનાવી દઈશ.”
મહત્ત્વાકાંક્ષી બાળક ચંદ્રગુપ્ત તરત જ ચાણક્યની આંગળી પકડી લીધી અને એના મનમાં ભવિષ્યના સામ્રાજ્યનાં સુંદર મનોહારી ચિત્રોની કલ્પના કરતો એમની સાથે ચાલવા લાગ્યો. પોતાનાં સપનાં સાકાર કરનારા આ સ્વર્ણિમ સુયોગમાં ક્યાંક કોઈક પ્રકારનું વિદન ન આવે, એવી આશંકાથી ચાણક્ય બાળકના માતા-પિતા, વડીલો વગેરેને પૂછ્યા વગર એ ગામમાંથી કોઈક અચોક્કસ સ્થાને જવા માટે તરત જ ચાલી નીકળ્યો.
ચાણકયે જે કામને પૂરું કરવા બીડું ઝડપ્યું હતું, તે વસ્તુતઃ ઘણું જ મોટું અને અસાધ્ય કામ હતું. ચાણક્યનાં કાર્યોની મુલવણી કરતા સ્પષ્ટ રીતે એ જાણી શકાય છે કે માત્ર પોતાના અપમાનના બદલા માટે વેરની ભાવનાથી દોરાઈને એણે આટલો મોટો સંઘર્ષ કર્યો ન હતો, પણ આ મહાન સંઘર્ષની પાછળ એના મનમાં અનેક ઉદ્દેશ્યો હતા. તત્કાલીન દેશવ્યાપી વિઘટનકારી પ્રવૃત્તિઓએ એના માનસમાં તીવ્ર અસંતોષ પેદા કર્યો. કરબોજથી લદાયેલી અને કુશાસનથી પીડિત જનતાને તે એક સાર્વભૌમ સત્તા સંપન્ન સુશાસન આપવા માંગતો હતો. બનવાજોગ છે કે નંદના રાજમહેલમાં થયેલાં અપમાને એના અંતરમાં સંતાયેલા એ વિચારોને પ્રચંડ રૂપ આપી એને રાજ્યક્રાંતિ માટે અનુપ્રેરિત કર્યો હોય.
એ વખતે ભારતવર્ષમાં બે મહાન વિશ્વ વિદ્યાલયો હતાં. એક તો તક્ષશિલા અને બીજું નાલંદા. નંદના નાકની નીચે રહેલા નાલંદા વિશ્વવિદ્યાલયમાં ચંદ્રગુપ્તને શિક્ષા અપાવવાનું જોખમ ન લેતા ચાણક્ય ચોક્કસ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં એના માટે શિક્ષાની ગોઠવણ કરી હશે, એવું અનુમાન તર્કસંગત ઠરાવી શકાય છે. * ૧૮૬ 963969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)