________________
પણ દશપૂર્વેનું જ્ઞાન ધારણ કરી શકે એવા કોઈ સુયોગ્ય પાત્રના અભાવમાં તેઓ એમના જીવનના સંધ્યાકાળમાં ચિંતામગ્ન રહેવા લાગ્યા કે – “ક્યાંક દશપૂર્વોનું જ્ઞાન એમની સાથે જ વિલીન ન થઈ જાય. મહાન વિભૂતિઓની આધ્યાત્મિક ચિંતા વધુ સમય સુધી ટકી નથી શકતી, આ પારંપરિક જનશ્રુતિ પ્રમાણે આર્ય તોષલિપુત્રના આદેશથી યુવા મુનિ આર્ય રક્ષિત આચાર્ય વજ સ્વામીની સેવામાં હાજર થયા. એમણે આચાર્ય પાસેથી સાડા નવ પૂર્વોનું જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ વિવિધ પ્રદેશોમાં ભ. મહાવીરના ધર્મશાસનને ફેલાવતા રહીને આચાર્ય વજ સ્વામી આર્યવર્તના દક્ષિણી ક્ષેત્રમાં ગયા.
એક વખત કફના શમન માટે વજ સ્વામીએ એમના કોઈક શિષ્ય પાસે સૂઠ મંગાવી ઉપયોગ કર્યો. પછી બાકી રહેલ સૂંઠને વજ સ્વામીએ પોતાના કાનની ઉપરના ભાગમાં ખોસી દીધી અને ભૂલી ગયા. બપોર પછીના સમયે પ્રતિલેખન વખતે મુખવસ્ત્રિકા (મુહપત્તી) ઉતારતાની સાથે જ સૂંઠ જમીન ઉપર પડી. આ જોઈ વજ સ્વામીએ મનમાં વિચાર કર્યો - “મારા જીવનના અંતિમ છેડા પર આવી પહોંચેલો હું આળસુ થઈ ગયો છું. એના લીધે જ કાન ઉપર સૂંઠ મૂકીને હું ભૂલી ગયો. આળસમાં સંયમ ક્યાં ? આથી મારા માટે ભક્ત પ્રત્યાખ્યાન કરી લેવું જ કલ્યાણકારી છે.' તરત જ એમણે જ્ઞાનના ઉપયોગથી જોયું કે નજીકના સમયમાં જ એક ઘણો ભીષણ બાર વર્ષનો દુકાળ પડવાનો છે, જે પહેલા દુકાળ કરતાં પણ વધુ ભયંકર હશે. એ ભયંકર દુકાળને લીધે ક્યાંક એવું ન થાય કે એક પણ સાધુ જીવતો ન રહે. આ દૃષ્ટિએ સાધુવંશની રક્ષા માટે વજ સ્વામીએ એમના શિષ્ય વજસેનને કેટલાક સાધુઓની સાથે કોંકણ પ્રદેશ તરફ વિહાર કરી જઈ સુભિક્ષ ન થાય ત્યાં સુધી એ જ ક્ષેત્રમાં વિચરણ કરવાની આજ્ઞા આપી. એમણે વજસેનને એમ પણ કહ્યું કે – “જે દિવસે એક લાખ મુદ્રાઓના કિંમતના ચોખા(ભાત)ના આહારમાં ક્યાંક ઝેર મેળવવાની તૈયારી કરવામાં આવી રહી હોય, એ દિવસે તું સમજી જજે કે એ દુકાળનો છેલ્લો દિવસ છે. એના બીજા દિવસે સુકાળ (સુભિક્ષ) થઈ જશે.” ગુરુના આદેશને માન્ય રાખી આર્ય વજસેના કેટલાક સાધુઓની સાથે કોંકણ તરફ વિહાર કરી ગયા અને ધન-ધાન્યથી ભરપૂર એ ક્ષેત્રમાં વિચરણ કરવા લાગ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969 ૨૬૯ ]