________________
આર્ય વજ સ્વામી જે ક્ષેત્રમાં વિચરી રહ્યા હતા, એ ક્ષેત્રમાં ધીમેધીમે દુકાળનો દુષ્યભાવ ભીષણથી ભીષણતમ થવા લાગ્યો. કેટલાયે દિવસો સુધી ભિક્ષા ન મળવાને લીધે ભૂખથી પીડાતા સાધુઓને વજ સ્વામીએ એમની વિદ્યાના બળે દરરોજ આહાર આપતા કહ્યું : “આ વિદ્યાપિંડ છે, ને આ રીતે ૧૨ વર્ષ વિતાવવાના છે. જો સંયમગુણની વૃદ્ધિ જણાય તો આ પિંડ ગ્રહણ કરો અને જો સંયમ ગુણમાં કોઈ પણ પ્રકારનો લાભ ન દેખાતો હોય તો આપણે આજીવન અનશન (સંથારો) કરી લેવો જોઈએ. તમે લોકો સ્વેચ્છાથી આ બેમાંથી કોઈ પણ એક માર્ગ જે તમને શ્રેયસ્કર લાગતો હોય, તે માર્ગને સ્વીકારી શકો છો.”
વજ સ્વામીની વાત સાંભળી બધા જ ૫૦૦ સાધુઓ એકમત થઈ આમરણ અનશન માટે તૈયાર થઈ ગયા. પોતાના બધા જ શિષ્યનો દઢ નિશ્ચય સાંભળી આચાર્ય વજ સ્વામીએ એમની સાથે દક્ષિણ પ્રદેશના માંગિયા નામના એક પર્વત તરફ પ્રયાણ કર્યું. એમણે એમના એક નાની વયના સાધુને અનશન માટે સાથે ન આવવા સમજાવ્યો, પણ માન્યો નહિ. ત્યારે રસ્તામાં આચાર્યે એને કોઈક કામસર એક ગામમાં મોકલી દીધો અને પોતાના બાકીના સાધુઓ સાથે એ પર્વત ઉપર જતા રહ્યા. ત્યાં ગયા પછી એમણે એમના બધા શિષ્યો સાથે ભૂમિનું પ્રતિલેખન કર્યું અને બધાએ આજીવન દરેક પ્રકારે અશનપાનાદિનો ત્યાગ કરી અનશન ધારણ કર્યું. .
આ તરફ તે યુવા-સાધુ ગામમાંથી ફરી એ જ જગ્યાએ ગયો, જ્યાંથી ગુરુએ એને મોકલ્યો હતો. પણ ત્યાં કોઈને જ ન જોતાં એ સમજી ગયો કે - “ગુરુએ જાણી જોઈને એને સાથે નથી રાખ્યો.” એણે મનમાં વિચાર્યું - ગુરુદેવ મને સત્વહીન સમજી પાછળ છોડી ગયા છે. શું હું ખરેખર નિઃસત્ત્વ છું? નિઃવીર્ય છું? શક્ય છે કે મને અનશનને અયોગ્ય સમજીને જ ગુરુદેવે પાછળ છોડી દીધો છે. સંયમની રક્ષા માટે ગુરુદેવ બીજા બધા સાધુઓની સાથે અનશન લઈ રહ્યા છે, તો મારે પણ એમના પગલે જ ચાલવું જોઈએ.'
આમ વિચારી એ યુવાન - સાધુએ ઉત્કટ વૈરાગ્ય સાથે પર્વતની તળેટીમાં પડેલા એક મોટા ખડક ઉપર પાદપોપગમન અનશન લઈ લીધું. તપતી શિલા-ખડક અને સૂર્યની પ્રખર-તેજકિરણો મુનિને આગની | ૨૦૦ 0962629396969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)