________________
| યુગપ્રધાનાચાર્ય આર્ય ભદ્રગુપ્ત આર્ય ધર્મના સ્વર્ગે સિધાવ્યા પછી વિ. નિ. સં. ૪૯૪માં આર્ય ભદ્રગુપ્ત સોળમા યુગપ્રધાનાચાર્ય બન્યા. દશપૂર્વધર આર્ય ભદ્રગુપ્ત આગમજ્ઞાનના પારગામી અને અપ્રતિમ વિદ્વાન હતા. એમણે વજ સ્વામી જેવા મહાન યુગપ્રધાન આચાર્યના શિક્ષાગુરુ હોવાનું સૌભાગ્ય મેળવ્યું છે. જે સ્વામીએ એમની પાસેથી દશપૂર્વોનું જ્ઞાન મેળવ્યું છે. જન્મ
: વ. નિ. સં. ૪૨૮ દીક્ષા
: વી. નિ. સં. ૪૪૯ આચાર્યપદ
: વી. નિ. સં. ૪૯૪ સ્વર્ગગમન
: વી. નિ. સં. પ૩૩ ગૃહસ્થપર્યાય : ૨૧ વર્ષ સામાન્ય સાધુવર્ષ : ૪૫ વર્ષ આચાર્યપદ
૩૯ વર્ષ કુલ આયુષ્ય : ૧૦૫ વર્ષ ૪ મહિના ૪ દિવસ. આર્ય રક્ષિતસૂરિએ એમની નિર્ધામણા (અંતિમ આરાધના) કરાવી.
(વાચનાચાર્ય નાગહસ્તી) આચાર્ય આર્ય નંદિલ પછી નાગહસ્તી અઢારમા વાચનાચાર્ય થયા. “નંદીસૂત્રની સ્થવિરાવલી'માં આચાર્ય દેવદ્ધિ ક્ષમાશ્રમણએ એમને કર્મ પ્રકૃતિના પ્રધાન જ્ઞાતા તેમજ જિજ્ઞાસુઓની જિજ્ઞાસાઓનું એકદમ યોગ્ય અને સંતોષકારક સમાધાન કરવામાં દક્ષ બતાવ્યા છે. પૂર્વજ્ઞાન'ના ધારક હોવાને લીધે દ્રવ્યાનુયોગ અને કર્મવિષયક જ્ઞાનના તેઓને મર્મજ્ઞ માનવામાં આવ્યા છે. એમના શિષ્યોમાં આર્ય પાદલિપ્ત ઘણા જ પ્રભાવશાળી આચાર્ય થયા છે.
(આર્ય પાદલિપ્ત) કોશલા નગરીમાં મહારાજ વિજયવર્માના રાજ્યમાં ફૂલ્લ નામનો એક બુદ્ધિશાળી અને દાનવીર શ્રેષ્ઠી રહેતો હતો. એની પત્નીનું નામ પ્રતિમાના હતું. તે રૂપ, ગુણ, શીલની આધારભૂમિ હોવા છતાં પણ ૨૪૮ 999999999999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)