SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (છેદસૂત્રકાર શ્રુતકેવળી ભદ્રબાહુ) એ તથ્યનો બધા વિદ્વાન એકમથી સ્વીકાર કરવા લાગ્યા છે કે - છેદસૂત્રોના કર્તા અસંધિગ્ધ રૂપથી ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ જ છે.” યદ્યપિ છેદસૂત્રોના આદિ, મધ્ય અથવા અંતમાં ક્યાંયે ગ્રંથકારનો નામોલ્લેખ નથી, છતાં પણ એમના પશ્ચાદ્વર્તી ગ્રંથકારોએ પોતાની કૃતિઓમાં જે ઉલ્લેખ કર્યા છે, એના આધારે એ નિશ્ચિત રૂપથી સિદ્ધ થાય છે કે છેદસૂત્રોના કર્તા ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામી જ છે. દશાશ્રુતસ્કંધ સૂત્ર'ના નિર્યુક્તિકારે નિર્યુક્તિના પ્રારંભમાં લખ્યું છે કે - “હું દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર સૂત્રોના પ્રણેતા પ્રાચીનગોત્રીય અને અંતિમ શ્રુતકેવળી મહર્ષિ ભદ્રબાહુને નમસ્કાર કરું છું.' નિર્યુક્તિકાર અને પંચકલ્પ મહાભાષ્યકાર - બંને એ જ આચાર્ય ભદ્રબાહુને “દશાશ્રુત, કલ્પ અને વ્યવહાર' - આ ત્રણ સુત્રોના કર્તા માન્યા છે. પંચકલ્પ ભાષ્યની ચૂર્ણિમાં એમને “આચારકલ્પ અર્થાતુ નિશીથી સૂત્ર'ના પ્રણેતા પણ બતાવવામાં આવ્યા છે. ' એ પ્રમાણે ઉપર લખેલાં પ્રમાણોથી એ નિર્વિવાદ રૂપે સિદ્ધ થઈ જાય છે કે - “અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ છેદસૂત્રોના નિર્માતા હતા. (શ્રુતકેવળી ભદ્રબાહુ નિયુક્તિકાર નથી) હવે સૌથી મોટો પ્રશ્ન એ સામે આવે છે કે - “આ દસ નિયુક્તિઓના કત અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ હતા અથવા ભદ્રબાહુ નામના અન્ય કોઈ આચાર્ય ? ભગવાન મહાવીરના શાસનના સાતમા પટ્ટધર ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ વર્તમાનમાં ઉપલબ્ધ નિર્યુક્તિઓને રચનાકર નૈમિત્તિક ભદ્રબાહુથી ભિન્ન છે. બંને સમાન નામવાળા મહાપુરુષોને એક જ વ્યક્તિ ઠરાવવાના પક્ષમાં પ્રાચીન આચાર્યોના ઉલ્લેખ કેટલાક વિદ્વાનો દ્વારા પ્રમાણના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જેમાં બધા આચાર્યોએ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામીને જ નિયંતિકાર માન્યા છે, પણ એમની એ માન્યતાના સમર્થનમાં શાંત્યાચાર્ય સિવાય | ૧૪૬ 96969696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy