________________
‘ચતુર્દશ પૂર્વના જ્ઞાતા પણ પ્રમાદને લીધે અનંતકાયમાં જઈને ઉત્પન્ન થાય છે.’ આ રીતે પરમનિર્વેદભાવથી તેઓ એમના પૂર્વકૃત - પહેલા કરાયેલાં પ્રમાદ - આળસની નિંદા કરતા રહ્યા - વખોડતા રહ્યા.
એક વખત એમણે સ્થંડિલ - ભૂમિ તરફ જતા એમના પૂર્વભવના શિષ્યોને જોયા તો એમને પ્રતિબોધ આપવા માટે વિચિત્ર વેશ ધરીને લાંબી જીભ કાઢી રસ્તામાં ઊભા રહી ગયા. યક્ષને જોઈને એક સાત્ત્વિક ભાવવાળા શિષ્યએ કહ્યું : “દેવાનુપ્રિય ! તમે દેવ, યક્ષ અથવા જે પણ હોવ પ્રત્યક્ષ આવી બોલો. આ રીતે તો અમે લોકો તમારો લેશમાત્ર પણ આશય સમજી નથી રહ્યા.”
યક્ષે ખેદપૂર્વક અવાજે કહ્યું : “હે તપસ્વીઓ ! હું એ જ તમારો ગુરુઆર્ય મંગૂ છું.”
સાધુઓએ પણ ખિન્ન મને કહ્યું : “દેવ ! તમે આ રીતની દુર્ગતિ કેવી રીતે મેળવી ?”
યક્ષે કહ્યું : “પ્રમાદના તાબામાં આવી ચારિત્રમાં શિથિલતા લાવનારાની આવી જ ગતિ થાય છે. અમારા જેવા શિથિલ વિહારીઓની આવી જ ગતિ થાય, એમાં આશ્ચર્ય શું છે ? તમે લોકો જો આવી દુર્ગતિથી બચવા અને સુગતિની તરફ આગળ વધવા ઇચ્છતા હોવ તો આળસ ત્યજીને ઉદ્યત-વિહારથી વિચરણ કરતા રહીને નિર્મમત્વ ભાવે તપ-સંયમની આરાધના કરતા રહેજો.'
સાધુઓએ કહ્યું : “ઓ દેવાનુપ્રિય ! તમે અમને યોગ્ય જ પ્રતિબુદ્ધ કર્યા છે.” આમ કહી તેઓએ તપસ્યાની સંગાથે સંયમધર્મની આરાધના કરવી પણ શરૂ કરીને ઉઘતવિહારથી વિચરવા લાગ્યા.
‘નંદી સૂત્રની સ્થવિરાવલી’માં આચાર્ય દેવવાચકે ‘ભણગં’ આ પદથી કાલિક આદિ સૂત્રોને વાંચવાવાળો, ‘કરગં'થી સૂત્રોક્ત ક્રિયાકલાપને કરવાવાળા અને ‘ઝરગ' પદથી ધર્મધ્યાનવાળા વગેરે વિશેષણોથી આર્ય મંગૂની સ્તુતિ કરતા એમને શ્રુતસાગરના પારગામી આચાર્ય બતાવ્યા છે. એમની દ્વારા કહેવાયેલા - ‘પભાવગં નાણદંસણગુણાણં’ આ પદથી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ♠૭૭ ૨૩૯