________________
દશપૂર્વધરકાળના ૪૧૪ વર્ષ - એમ કુલ મેળવીને ૫૮૪ વર્ષ થાય છે. આ રીતે શ્વેતાંબર પરંપરાની માન્યતા પ્રમાણે વી. નિ. સં. ૧૮૪ સુધી દશપૂર્વેનું જ્ઞાન વિદ્યમાન રહ્યું.
પણ દિગંબર પરંપરાની માન્યતા પ્રમાણે ભ. મહાવીરના નિર્વાણ પછી ૬૨ વર્ષ સુધી કેવળીકાળ, પછી ૧૦૦ વર્ષ સુધી શ્રુતકેવળીકાળ અને ત્યાર બાદ ૧૮૩ વર્ષ સુધી દશપૂર્વધરોનો કાળ રહ્યો. આ પ્રમાણે દિગંબર માન્યતાનુસાર વી. નિ. સં. ૩૪૫ સુધી જ દશપૂર્વોનું જ્ઞાન વિદ્યમાન રહ્યું. દિગંબર પરંપરા દ્વારા માન્ય દશપૂર્વધરોનાં નામ આ પ્રમાણે છે :
૧. વિશાખાચાર્ય, ૨. પ્રોષ્ઠિલ, ૩. ક્ષત્રિય ૪. જય, ૫. નાગસેન, ૬. સિદ્ધાર્થ, ૭. કૃતિષેણ, ૮. વિજય, ૯. બુદ્ધિલ, ૧૦. ગંગદેવ અને ૧૧. ધર્મસેન.
આ અગિયાર આચાર્યોને ગુણભદ્રાચાર્યએ દ્વાદશાંગના અર્થમાં પ્રવીણ તેમજ દશપૂર્વધર બતાવ્યા છે.
આચાર્ય વજ્ર અને નાગહસ્તીના વખતની રાજનૈતિક સ્થિતિ
અહીં આગળ બતાવી ચૂક્યા છીએ કે વી. નિ. સં. ૪૭૦ થી ૫૩૦ સુધી દેશમાં વિક્રમાદિત્યનું શાસન રહ્યું. વિક્રમાદિત્યના સમયમાં ભારત રાજનૈતિક, આર્થિક, સામાજિક, બૌદ્ધિક અને સૈનિકશક્તિની દૃષ્ટિએ બળવાન, સુ-સમૃદ્ધ અને વિકાસશીલ રહ્યું. એના બાદ એના પુત્ર વિક્રમસેનના રાજ્યકાળમાં પણ સાધારણ રીતે દેશ સમૃદ્ધ અને શક્તિશાળી રહ્યો. વિક્રમસેનના શાસનના છેવટના દિવસોમાં શકો દ્વારા ફરીથી આક્રમણ થવાનું શરૂ થયું અને વિદેશી શકોએ ભારતના પશ્ચિમોત્તર પ્રદેશના કેટલાયે પ્રદેશો ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું. વિક્રમસેનના નિધન પછી શકોનાં આક્રમણોનું દબાણ વધતું જ ગયું.
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૭૭૭ ૨૦૩