________________
(સ્તનપાન)એ અવસ્થામાં સ્તનપાનની જગ્યાએ સાધ્વીઓના મોઢેથી ઉચ્ચારાયેલ તીર્થેશ્વરની વાણીનું પાન કરતા રહીને એકાદશાંગીને કંઠસ્થ કરી લીધું હોય, જેમણે બાળપણથી જ સંસારમાં સમસ્ત પ્રપંચો-ઝંઝટોથી સર્વથા દૂર રહીને નિરંતર સમર્થ ગુરુઓની સાંનિધ્યમાં રહીને એકધારી જ્ઞાનારાધના કરી હોય, એમના અપાર જ્ઞાનનો તાગ મેળવવો અત્યંત કઠિન છે. ચીરકાલીન અંધકારભર્યા અતીત સિવાય પણ આવી મહાન વિભૂતિઓનાં તપ, ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાનની આત્મા તેજથી જિનશાસન ઝગમગી રહ્યું છે.
આચાર્ય વજ સ્વામીએ ૮૦ વર્ષ સુધી વિશુદ્ધ સંયમપાલન વડે ધર્મનો પ્રસાર કર્યો. ખરેખર તેઓ જન્મજાત યોગી હતા. એમની વક્તૃત્વશૈલી હૃદયસ્પર્શી, પ્રભાવશાળી અને અત્યંત આકર્ષક હતી. એ મહાન આચાર્યની સ્મૃતિને યાદગાર બનાવવા માટે વી. નિ. સં. ૧૮૪માં એમના સ્વર્ગવાસ પછી વજ્જીશાખાની સ્થાપના કરવામાં આવી.
દશપૂર્વધર વિષયક દિગંબર માન્યતા
દિગંબર પરંપરાના માન્ય-ગ્રંથોમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૨ વર્ષનો તેમજ કેટલાક ગ્રંથોમાં ૬૪ વર્ષનો કેવળીકાળ માનવામાં આવ્યો છે. ઇન્દ્રભૂતિ, સુધર્મા અને જમ્બુસ્વામી આ ત્રણ અનુબદ્ધ કેવળીઓ પછી દિગંબર પરંપરામાં પણ ૫ શ્રુતકેવળી અર્થાત્ એકાદશાંગી અને ચૌદપૂર્વોના જ્ઞાતા માનવામાં આવ્યા છે. પણ બંને પરંપરાઓ વડે માનવામાં આવેલા, શ્રુતકેવળીઓમાં તથા સત્તાકાળમાં થોડી ભિન્નતા છે. માત્ર પાંચમા શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના નામ સંબંધમાં બંને પરંપરાઓમાં મતૈક્ય છે.
શ્વેતાંબર પરંપરામાં આર્ય પ્રભવ, સËભવ, યશોભદ્ર, સંભૂતવિજય અને ભદ્રબાહુ આ પ્રમાણેના ૫ શ્રુતકેવળી અને એમનો શ્રુતકેવળીકાળ ૧૦૬ વર્ષનો માનવામાં આવ્યો છે; જ્યારે દિગંબર પરંપરામાં વિષ્ણુ, નંદીમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુઆ ૫ શ્રુતકેવળીઓનો ૧૦૦ વર્ષનો સમય માનવામાં આવ્યો છે. શ્વેતાંબર પરંપરા વડે માન્ય દશપૂર્વધરોનો પરિચય આપી ચૂક્યા છીએ. કેવળીકાળના ૬૪ વર્ષ, શ્રુતકેવળીકાળના ૧૦૬ વર્ષ અને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૦૨૭૭૯