________________
ઇતિહાસ જેવા નીરસ અને જટિલ વિષયનું પણ ઘણું જ સરસ, સરળ અને લાલિત્યપૂર્ણ ભાષામાં નિરૂપણ કર્યું છે, જેને વાંચતાં જ ઇતિહાસને શુષ્ક વિષય સમજવાવાળા પાઠકોની ધારણા અનાયાસે જ બદલાઈ જાય છે. વસ્તુતઃ આચાર્યશ્રીની લેખનનીના આ જ પ્રસાદગુણને કારણે આ ગ્રંથને એકવાર હાથમાં લીધા પછી પાઠકનું મન છોડવા માટે તૈયાર થતું નથી.
પ્રસ્તુત ગ્રંથની કેટલીક વિશેષતાઓ આ પ્રકારે છે : ૧. વી. નિ. સં. ૧ થી ૧૦૦૦ સુધીની પ્રમુખ ધાર્મિક, સામાજિક અને
રાજનૈતિક ઘટનાઓનું તથ્યપરક વિવેચન. ૨. જૈન ધર્મની આચાર્ય પરંપરાઓનો ક્રમબદ્ધ પ્રામાણિક ઈતિહાસ. ૩. દ્વાદશાંગી”ના ક્રમિક હાસ અને વિચ્છેદની શોધપૂર્ણ મીમાંસા. ૪. સમસામયિક ધર્માચાર્યો અને રાજવંશોનું અતિવૃત્તનું શૃંખલાબદ્ધ .
વસ્તુપરક પ્રસ્તુતીકરણ.. ૫. જૈન ઇતિહાસની જટિલ સમસ્યાઓ પ્રમાણે પુરસ્સર ઉપાય, બદ્ધમૂળ
ભ્રાંતિઓનું નિરાકરણ અને સમગ્ર ભારતીય ઇતિહાસ વિષયક
અંધકારપૂર્ણ પ્રકરણો ઉપર નૂતન પ્રકાશ. ૬. જૈન પરંપરામાં મહિલાવર્ગ દ્વારા શ્રમણી અને શ્રમણોપાસિકાના
રૂપમાં આપવામાં આવેલ અનુપમ યોગદાનનું ભવ્ય વિવરણ. ૭. ઇતિહાસ જેવા ગૂઢ અને નીરસ વિષયનું સરસ, સુબોધ અને પ્રવાહપૂર્ણ ભાષાશૈલીમાં આલેખન.
અંતે અમે આરાધ્ય ગુરુદેવ આચાર્યશ્રી હસ્તીમલજી મ.સા. પ્રત્યે અસીમ શ્રદ્ધાની સાથે અમારી આંતરિક કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ, જેમણે ધર્મની અભિવૃદ્ધિનાં અન્ય અનેક વિશિષ્ટ કાર્યોની સાથે-સાથે ઇતિહાસલેખનનાં આ મહાન કાર્ય દ્વારા સમાજ પર ઐતિહાસિક ઉપકાર કર્યો છે.
ઘણા સમયથી થઈ રહેલ જિજ્ઞાસુઓની માંગ ઉપર સમ્યગુજ્ઞાન પ્રચારક મંડળ “જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ'ના ચાર ભાગોનો સંક્ષિપ્ત સારરૂપ સંસ્કરણ પ્રકાશિત કરવાનો મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી નિર્ણય ૨ 99999999999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)