SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યાભિષેક ૩૧૬માં તેમજ દેહાવસાન વી. નિ. સં. ૩૨૯માં થયું. હાથીગુફાના શિલાલેખ ખારવેલના અવસાનનાં ૫૦ વર્ષ પછી વી. નિ. સં. ૩૭૯ (ઈ.સ. પૂ. ૧૪૮)માં કોતરાવવામાં આવ્યા. (પુષ્યમિત્ર શુંગ) આર્ય બલિસ્સહના આચાર્યકાળમાં પુષ્યમિત્ર શુંગનો પણ રાજ્યકાળ રહ્યો. વી. નિ. સં. ૩૨૩માં અંતિમ મૌર્યરાજા બૃહદ્રથની હત્યા કરી પુષ્યમિત્ર પાટલિપુત્રની રાજગાદી પર બેઠો. એનું અપરનામ બૃહસ્પતિ- મિત્ર હતું. પુષ્યમિત્રનો શાસનસમય મગધ રાજ્યમાં જૈન તેમજ બૌદ્ધોના અપકર્ષનો અને વૈદિક કર્મકાંડના ઉત્કર્ષનો સમય રહ્યો. વી. નિ. સં. ૩૨૩માં પાટલિપુત્રના રાજસિંહાસનને તફડાવતા જ પુષ્યમિત્રએ બૌદ્ધો અને જૈનો પર જુલમ કરવાનો શરૂ કરી દીધો અને એની સૂચના મળતા જ ખારવેલે વી.નિ. સં. ૩૨૪માં પુષ્યમિત્ર ઉપર પહેલી ચઢાઈ કરી દીધી. પાછળથી વી. નિ. સં. ૩૨૮માં બીજી વાર એને પરાસ્ત કર્યો. આર્ય બલિસ્સહ અને કલિંગનરેશના દેહાવસાન પછી આર્ય ગુણસુંદર (યુગપ્રધાનાચાય) અને આર્ય સુસ્થિત-સુપ્રતિબુદ્ધ(ગણાચાર્ય)ના આચાર્યકાળમાં મગધના જૈન ધર્માવલંબીઓને જેનોના પ્રબળ વિરોધીપુષ્યમિત્રના રાજ્યકાળમાં અનેક કઠણાઈઓનો સામનો કરવો પડ્યો. (બારમા વાચનાચાર્ય આર્ય સ્વાતિ) (અનુમાને આચાર્યકાળ વી. નિ. સં. ૩૨૯ થી ૩૩૫) આચાર્ય બલિસ્સહ પછી આર્ય સ્વાતિ આચાર્ય થયા. આર્ય સ્વાતિનો જન્મ હારીત-ગોત્રીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આર્ય બલિસ્સહનો ત્યાગસભર ઉપદેશ સાંભળી એમને સંસાર અસાર લાગતા વૈરાગ્યભાવ જાગ્યો. એમણે યુવાનવયમાં જ આચાર્યશ્રીનાં ચરણોમાં શ્રમણદીક્ષા સ્વીકારી. દીક્ષિત થયા પછી આર્ય સ્વાતિએ ગુરુની સેવામાં રહીને નિષ્ઠાપૂર્વક અનુક્રમે એકાદશાંગી અને દશપૂર્વોનો સમ્યકરૂપે અભ્યાસ કર્યો. ઇતિહાસકારોએ આર્ય સ્વાતિને વાચક ઉમાસ્વાતિથી જુદા માન્યા છે. સંભવ છે કે નામના સરખાપણાને લીધે પટ્ટાવલીકારે બંનેને એક જ માની લીધા હોય. વિ. નિ. સં. ૩૩૫માં તેઓ સ્વર્ગે સિધાવ્યા. એમના વાચનાચાર્યકાળમાં આર્ય ગુણસુંદર યુગપ્રધાનાચાર્ય અને આર્ય સુસ્થિત-સુપ્રતિબદ્ધ ગણાચાર્ય રહ્યા. જિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 2999999999ceed ૨૧૦]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy