________________
(કેવળીકાળ) જે પ્રકારે ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીરના નિર્વાણ સુધીનો કાળ તીર્થકરકાળ માનવામાં આવે છે, એ જ પ્રકારે તીર્થકર. કાળના પશ્ચાતુનો વી. નિ. સં. ૧ થી વી. નિ. સં ૬૪ સુધીનો કાળ જૈન-જગત અને જૈન-ઈતિહાસમાં કેવળીકાળના નામથી જાણીતો છે.
ઈ.સ. પૂર્વ પર૭માં કારતક અમાસની અર્ધરાત્રિ પશ્ચાત્ પ્રત્યુષકાળની વેળામાં ભગવાન મહાવીર મોક્ષ પામ્યા. ભગવાન મહાવીરના એ નિર્વાણ-સમયથી જ વર-નિર્વાણ સંવત્સર અથવા સંવતનો પ્રારંભ થયો.
વિ. નિ. સં.ના પ્રારંભિક દિવસોમાં જ ઐતિહાસિક મહત્ત્વની નિમ્નલિખિત ત્રણ પ્રમુખ ઘટનાઓ ઘટી : ૧. એ જ નિવણ રાત્રિએ મહાત્મા બુદ્ધના સમવયસ્ક અવંતિના મહારાજા
ચંડપ્રદ્યોતનું ૫૮ વર્ષની આયુમાં દેહાવસાન અને અવંતિના રાજ
સિંહાસન ઉપર ચંડપ્રદ્યોતના પુત્ર પાલકનો રાજ્યાભિષેક થયો. ૨. પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૩. પંચમ ગણધર સુધર્મા સ્વામીને ભગવાન મહાવીરના પ્રથમ પટ્ટધરના રૂપમાં આચાર્યપદ પ્રદાન.
(કેવળીકાળનો પ્રાદુભવિ) ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીરનું નિર્વાણ થતા જ ભારતખંડમાં તીર્થકરકાળની સમાપ્તિ થઈ અને કેવળીકાળનો પ્રારંભ થયો. કેવળીકાળમાં તીર્થકરોના ૩૪ અતિશય, ૩૫ વાણીના અતિશય અને અષ્ટ મહાપ્રતિહાર્ય ન રહ્યા. શ્રમણ ભગવાન મહાવીરના ધર્મશાસનમાં એમના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ થયા. ગુરુભક્તિના પ્રગાઢ શુભરાગના કારણે ઇન્દ્રભૂતિને ભગવાન મહાવીરના જીવનકાળમાં કેવળજ્ઞાનની ઉપલબ્ધિ ન થઈ.
ભગવાન મહાવીરના નિર્વાણની સાથે જ વસુધા પરથી જ્ઞાનસૂર્ય અસ્ત થઈ ગયો. આખું ભૂમંડળ અંધકારપૂર્ણ થઈ ગયું. એ જ રાત્રે પ્રથમ ગણધર ગૌતમ સ્વામીના અંતરમાં કેવળજ્ઞાનરૂપી સૂર્ય ઉદિત થવાથી પુનઃ સમસ્ત ભૂમંડળ એમના કેવળજ્ઞાનના આલોકથી આલોકિત થઈ ગયું. ઇન્દ્રભૂતિ ગૌતમથી કેવળીકાળ પ્રારંભ થાય છે, અતઃ આગળનાં પૃષ્ઠો ઉપર સૌથી પહેલાં એમનો પરિચય આપવામાં આવી રહ્યો છે. [ ૩૬ ૭૬૩૭૬૭૬990996969જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)